Vadodara

જાબુંઆ બ્રિજ પર ખાડાઓને કારણે હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ

Published

on

  • બ્રિજ પહોળા કરવા માટે વારંવારની રજૂઆતો છતાંય કામગીરી શરૂ કરાઇ નથી
  • જાંબુઆ, બામણગામ અને પોર નજીક ટ્રાફિકને કારણે પરિવહન પર અસર
  • કલાકો સુધી સર્જાતા ટ્રાફિકજામને કારણે સ્થાનિક પોલીસ પણ પરેશાન

વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા જતા આજે વહેલી સવારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. છેલ્લા ચાર દિવસથી રોજ સવારે અને સાંજે આ પ્રકારનો ટ્રાફિક જામ થાય છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન છે.

Advertisement

વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી કપુરાઇ બ્રિજ સુધી ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા હતા. અહી દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી.

ગઈકાલની જેમ જ આજે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી છે અને ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. અને વાહનોની વણજાર લાગી રહી છે. વાહનચાલકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.

સ્થાનિક અજયભાઈ પંચાલે જણાવ્યું હતું કે, ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા ચાર વર્ષથી છે. ચોમાસાના સમયમાં બ્રિજ ઉપર ખાડા પડી જતા આ સમસ્યા સર્જાય છે. મેં મામલે નેશનલ હાઈવે ઓથોરિટીમાં પણ પત્રો લખેલા છે અને સામેથી જવાબ મળેલો છે કે ભરૂચ થી વડોદરા તરફ સાંકડા 4થી 5 બ્રિજ પહોળા કરવાની ભલામણ કરેલી છે. એ લોકો કહે છે કે ટેન્ડર આપી દેવાયા છે પરંતુ આ બ્રિજનું કામ ક્યારે શરૂ થશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં રોજ ટ્રાફિક થાય છે અમે ટ્રાફિક શાખામાં ફોન કરીએ છીએ પરંતુ પરંતુ તેમની ગાડીઓ જલ્દી આવતી નથી. જેથી ટ્રાફિક મેનેજ થતો નથી અને નોકરી ધંધા પર જતા લોકો પરેશાન થાય છે. કારણ કે આ બ્રિજ શહેરને જોડે છે અને શહેરમાંથી પોર તરફ ઘણા લોકો નોકરી ધંધા પર જતા હોય છે તેથી તેમની માંગ છે કે આ બ્રિજની કામગીરી જલ્દી કરવામાં આવે. ઘણી વખત તો પોર સુધી ટ્રાફિકજામ થઈ જતો હોય છે. અમારી માંગણી છે કે આ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે અને ત્યારબાદ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.

Advertisement

અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અહીં ટ્રાફિકજામ થઇ જતાં અમે સોસાયટીમાંથી નીકળી શકતા નથી અને ઘરેથી બહાર નીકળી ગયા હોઇએ તો ફરી સોસાયટીમાં જઇ શકતા નથી, કારણ કે, ટ્રાફિકજામના કારણે સોસાયટીનો રસ્તો બંધ થઇ જાય છે. આ મામલે યોગ્ય કામગીરી કરવી જોઇએ. અમે હેરાન-પરેશાન થઇ ગયા છીએ.

Advertisement

Trending

Exit mobile version