Vadodara

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 94.18 લાખની ઠગાઈના કેસમાં 17 યુવકોની ટોળકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા.

Published

on


ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ ઓનલાઇન ફ્રોડના ગુનાઓને રોકવા માટે વડોદરા સાયબર ક્રાઇમ એક્શન મોડમાં જોવા મળ્યું. વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન રૂ. 94.18 લાખની ઠગાઈના કેસમાં 17 યુવકોની ટોળકીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે માહિતી મેળવવામાં આવશે.

Advertisement

એક તરફ ભેજાબાજો લોકોને ઠગવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આવા ભેજાબાજોને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમની ટિમ રાત દિવસ એક કરી રહી છે. અને હાલ વડોદરા સાયબર ક્રાઇમની ટીમને સાયબર ક્રિમિનલ્સને પકડવામાં મોટી સફળતા મળી છે. જેમાં 17 જેટલા યુવકોએ કમિશનની લાલચમાં સાયબર ક્રિમિનલ્સને બેંક ખાતું ઉપયોગમાં આપ્યું હતું

Advertisement

એલ એન્ડ ટી કંપનીના પૂર્વ ડે. જનરલ મેનેજર રામાક્રિષ્ણા બેડુદુરી પાસેથી ઓનલાઈન રૂ. 94.18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઠગાઈના કેસમાં બેન્કના ટ્રાન્ઝેક્શન પર સાયબર પોલીસની બાજ નજર હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે 17 યુવકોની ધરપકડ કરી માસ્ટર માઈન્ડ સુધી પહોચવા માટે આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ અંગે વડોદરા સાઇબર ક્રાઇમની પોલીસ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, “94,18,000 રૂપિયાની ઠગાઈના કેસમાં વડોદરા, સુરત અને અમદાવાદના અલગ અલગ એકાઉન્ટમાં 5-5 લાખ રૂપિયા જમા થયા હતા. આ બધા એકાઉન્ટ્સની તપાસ કરી વડોદરાના કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભેજાબાજો દ્વારા ભોગબનનારને સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો દ્વારા લિંક મોકલવામાં આવતી હતી. જેમાં વધુ પૈસા કમાવવાની લાલચ આપવામાં આવતી હતી. જેના બાદમાં ભોગબનનાર પાસે ગૂગલ ફોર્મ ભરાવી તેમની માહિતી મેળવવામાં આવતી હતી. જેના બાદમાં તેમનો સંપર્ક કરી થર્ડ પાર્ટી એપ્લિકેશ “એંજલ ડોટ બી.જી.” ડાઉનલોડ કરાવી એ એપ્લિકેશન માધ્યમ થી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.”

Advertisement

Trending

Exit mobile version