Vadodara

વડોદરામાં લોકસભા બેઠકના ભાજપ- કોંગ્રસના ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરવાની તારીખો જાહેર કરી

Published

on

રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ સંપૂર્ણ રીતે જામી ગયો છે ગુજરાતમાં આવેલી તમામ 26 લોકસભાની બેઠકો માટે  ગતરોજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રો ભરવા ઉત્સુક છે ત્યારે આજે વડોદરા લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરતા રાજકીય માહોલ જામ્યો છે

Advertisement

વડોદરા લોકસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર ર્ડો હેમાંગ જોષી આગામી તા. 16 એપ્રિલેના રોજ સવારે 11 વાગ્યે ઇસ્કોન મંદિર થી પગપાળા નીકળી ને કલેકટર કચેરી પહોંચશે અને કલેક્ટર કચેરી ખાતે ભાજપ પ્રદેશના નેતાઓની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે બીજી તરફ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર આગામી તા. 18 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, રાજ્યસભા સાંસદસભ્ય અમી બેન યાજ્ઞિક સહિત પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે

Advertisement

ગુજરાતમાં આવેલી તમામ 26 લોકસભાની બેઠકો માટે 19 એપ્રિલ ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ છે અને 20 એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે જયારે 22 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે વડોદરામાં ગતરોજ પ્રથમ દિવસે જ રાજકીય પક્ષો દ્વારા ધડાધડ ઉમેદવારી પત્રોનો ઉપાડ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે જ વડોદરા લોકસભા બેઠક માટે 43 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો

Advertisement

Trending

Exit mobile version