Gujarat

ચમત્કાર બતાવીને રૂપિયા પડાવી લેતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ચમત્કાર બતાવ્યો

Published

on

વડોદરા શહેરમાં નાગા બાવાનો વેશ ધારણ કરીને દુકાનદારો તેમજ રહેવાસીઓ ના દાગીના તેમજ રૂપિયા અદ્રશ્ય કરવાનું જાણવીને નજર ચૂકવીને કરવામાં આવતી ચોરીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટિમ  પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે,સનફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લા મેદાનમાં એક રીક્ષા પાર્ક કરેલી છે. જેમાં બેસેલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગે છે. જે માહિતીના આધારે સ્થળ પર જઈને પોલીસે તપાસ કરતા મૂળ ખેડા જીલ્લાના કઠલાલ નો રહેવાસી અને મદારીનું કામ કરતા સુરમનાથ ધામનાથ મદારી મળી આવ્યો હતો. પોલીસે તેની અંગ જડતી કરતા તેની પાસેથી 10,000 રૂ. રોકડ મળી આવી હતી.

Advertisement

પોલીસને શંકા જતા આ રૂપિયા ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન સુરમનાથ મદારીએ કબૂલાત કરી હતી કે,તેની સાથે તેનો મૂત્ર સાવનનાથ તેમજ સાળો નસીબનાથ મદારી શહેરના વિવિધ વિસ્તારમાં નાગાબાવાનો વેશ ધારણ કરીને ફરે છે. અને ભીખ મંગવાના બહાને ચમત્કાર કરવાની આડમાં દુકાનદારો અને રહેવાસીઓના રોકડ તેમજ દાગીના પડાવી લીધા છે.

એક અઠવાડિયા પહેલા ઓટોરિક્ષામાં જઈને ડભોઇ રોડ સોમતલાવ પાસે એક બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈને દુકાનદારને ચમત્કાર બતાવવાનું કહીને દુકાનદારના ટેબલ પરના ડબ્બા માંથી રૂપિયા ખાઈ જઈને અદ્રશ્ય કરવાનું જણાવતા રૂપિયા મોઢામાં નાખીને ગાયબ કરવાનો ઢોંગ કર્યો હતો. આ દરમિયાન દુકાનદારને ગલ્લા માંથી 13 હજાર રૂપિયા નજર ચૂકવીને સેરવી લીધા હતા. અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

Advertisement

ચમત્કાર બતાવવાની આડમાં આ રીતે દુકાનદારને ઠગીને રૂપિયા પડાવતા હોવાની કબૂલાત કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરમનાથ મદારીની ધરપકડ કરીને રીક્ષા સહિત 10 હાજર રોકડ કબ્જે લઈને તેના અન્ય બે સાથીને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Trending

Exit mobile version