Vadodara

તિરંગા યાત્રાને લઇને તંત્રએ કમર કસી, 50 હજાર લોકોને જોડવાનું આયોજન

Published

on

  • અગાઉ યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાઇને દેશભક્તિનો ક્યારે ના જોયો હોય તેવો માહોલ ઉભો કરી રહ્યા છે
  • સોમવારે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન
  • અઢી કિમીના રૂટ પર યાત્રા ફરશે
  • દેશભક્તિનો માહોલ જામે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા

વડોદરા માં સોમવારે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા નવલખી મેદાનથી નીકળશે, જે અઢી કિમી જેટલા રૂટ પર ફરશે. બાદમાં તેનું સમાપન થશે. જેને લઇને તંત્રએ કમર કસી છે. આજે વડોદરાના પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના અગ્રણીઓ નવલખી મેદાન ખાતે તૈયારીઓની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. આ યાત્રામાં 50 હજાર લોકોને જોડવાનું તંત્રનું આયોજન છે. જેને લઇને મોટા ભાગની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે.

Advertisement

હાલ રાજ્યભરના શહેરોમાં અલગ અલગ દિવસે તિરંગા યાત્રા યોજાઇ રહી છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાઇને દેશભક્તિનો ક્યારે ના જોયો હોય તેવો માહોલ ઉભો કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે, સોમવારે વડોદરામાં તિરંગા યાત્રાનું  આયોજન કરવામાં આવનાર છે. અઢી કિમીના આ યાત્રામાં 50 હજાર લોકોને જોડવાનું આયોજન છે. તમામ માટે પાણીથી લઇને ફૂડ પેકેટ્સ સુધીની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

Advertisement

વડોદરા પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરા શહેર પોલીસ, નાગરિકો, એનજીઓ, અને દેશપ્રેમી જનતા સાથે મળીને આવતી કાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી આશા છે. તમામ માટે પીવાના પાણી અને ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરાના 50 જેટલી સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. આ દેશભક્તિનો માહોલ 15 ઓગષ્ટ સુધી જળવાયેલો રહે તેવા અમારા પ્રયાસો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે નાગરિકોને આમંત્રણ આપીએ છીએ. શહેરના નવલખી મેદાનથી આ તિરંગા યાત્રાની શરૂઆત થશે, જે અંદાજીત અઢી કિમી જેટલા રૂટ પર ફરશે. દેશભક્તિનો માહોલ બનાવવા માટે ડીજે, તથા પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રૂટ ઉપર વિશેષ ડેકોરેશન પણ કરવામાં આવનાર છે.

Advertisement

Trending

Exit mobile version