Vadodara

વડોદરાના આસોજ ગામના બુટલેગરના મકાનમાં SMC નો દરોડો, 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત

Published

on

વડોદર પાસે આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોડી સાજે દરોડો પાડી રૂપિયા 1.69 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડમાં ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

વડોદરા શહેર-જિલ્લામાં સ્ટેટ મોનીટરીંસ સેલ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પ્રોહીબીશન અને જુગારના કેસો પકડી પાડવામાં ટીમને સફળતા મળી છે. ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રના મેળાપીપણાનો પર્દાફાશ કર્યો છે. મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના ભાથુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીમાં રૂપિયા 1.69 લાખના દારૂ સહિત મોબાઇલ, રોકડા, અને વાહન મળીને કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 3 ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 4 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટીમે દારૂનું વેચાણ કરનાર ઘનશ્યામભાઇ મોહનભાઇ પાટણવાડીયા(રહે. આસોજ), ગ્રાહક – કૃણાલ નિલેશભાઇ પાટણવાડીયા (રહે. આસોજ) અને અશ્વિનભાઇ બાબરભાઇ પરમાર (રહે. છાણી જકાતનાકા) ની ધરપકડ કરી છે.

Trending

Exit mobile version