Vadodara

શરાબના કટિંગ સમયે દરોડો પાડવા પહોંચેલા LCBના પોલીસ જવાન પર હુમલો કરનાર શંકરપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ ગોહિલની ધરપકડ

Published

on

વડોદરા શહેરના વરણામાં પોલીસ મથકની હદમાં આવેલા શંકારપુરા ગામે શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા દરોડો પાડવા ગયેલા જીલ્લા LCB પોલીસના જવાન પર હુમલો કરીને રોકવાનો પ્રયત્ન કરનાર અને શરાબનો જથ્થો ભરેલી કાર ભગાડી મુકનાર ગામના સરપંચની LCB પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વડોદરા જીલ્લા LCBમાં ફરજ બજાવતા ભુપતભાઈને રાત્રીના 10 વાગ્યાની આસપાસ બાતમી મળી હતીકે શંકારપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલ વિદેશી શરાબનો જથ્થો ભરેલી મહેન્દ્રા થાર ગાડી મંગાવી છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે. જે બાતમીની જાણકારી અન્ય પોલીસ કર્મીઓને આપીને ભુપતભાઇ બે પંચના માણસોને લઈને સ્થળ પર પહોંચ્યા હતા. જ્યા પહોંચતા બે વાહનોમાં શરાબનો હેરાફેરી ચાલતી હતી.

પોલીસ જવાન ભુપતભાઇએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખી વિશાલ મહેશ ગોહિલ ભુપતભાઇ ઉપર બેસી ગયો હતો.આ દરમિયાન LCBની ટીમનો બીજો સ્ટાફ સ્થળ પર આવી પહોંચતા નાસભાગ મચી ગઇ હતી. આ દરમિયાન ભુપતભાઇને છોડીને વિશાલ મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલ અને અન્ય એક ઈસમ સ્થળ છોડીને નાસી છૂટવામાં સફળ થયા હતા. જ્યારે બુટલેગર તેમજ શંકારપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. LCBના સ્ટાફે પોલીસ જવાન ભુપતભાઇને બુટલેગરોના ચંગુલ માંથી છોડાવતા ખબર પડી હતી કે ભુપતભાઇને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે. જ્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

સ્થળ પર રાજસ્થાન પારસિંગની મહેન્દ્રા થાર, સફેદ રંગની ટાટા હેરિયર તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 49 પેટી તેમજ મહેન્દ્રા થાર, સ્કોર્પિયો તેમજ ટાટા હેરિયર કાર કબ્જે લઈને કુલ 32 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર શંકારપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ માધવસિંહ ગોહિલની ધરપકડ કરી છે.

Advertisement

Trending

Exit mobile version