Vadodara

રેશનકાર્ડમાં e-KYC માટે દોડધામ, વહેલી સવારથી જ અરજદારો કતારમાં લાગ્યા

Published

on

  • છેલ્લા બે દિવસથી હું શાળાએ નથી ગઇ. ભણવાનું બગડે છે. હું ઇકેવાયસી માટે માતા-પિતા સાથે સવાર સવારમાં આવું છું. – અરજદાર

વડોદરા માં રેશન કાર્ડના ઇ-કેવાયસી કરાવવાની મોકાણ હવે વિદ્યાર્થીઓનું ભણતર બગાડી રહી છે. જ્યારે અડધું શહેર નિંદર માણી રહ્યું હતું ત્યારે અરજદારો ઇ-કેવાયસીની લાઇનોમાં નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર બહાર લાગ્યા હતા. સમય જતા ઇ-કેવાયસીનો મામલો શાંત થવો જોઇને તેની જગ્યાએ ધીરે ધીરે લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિતેલા કેટલાય દિવસોથી સર્વરની ખામી સર્જાવવાના કારણે ઇ-કેવાયસીનું કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઇ-કેવાયસી કરાવવા માટે શાળા સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું પણ અરજદારોએ મીડિયાને જણાવ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

સરકાર દ્વારા રેશન કાર્ડનું ઇ-કેવાયસી કરવાનું કાર્ય શરૂ કરતા જ જનસેવા કેન્દ્ર બહાર લોકોની મોટી મોટી કતારો લાગી હતી. સમય સાથે આ કતારો ઓછી થવાની જગ્યાએ યથાવત રહેતી હોય તેમ જણાઇ રહ્યું છે. સાથે જ હવે તો બાળકોનું શાળાનું ભણતર પણ ક્યાંક બગડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તમામ કામો પડતા મુકીને હવે પરિવારો ઇ-કેવાયસીની કતારોમાં જોડાયા છે. જેને પગલે અરજદારોની મુશ્કેલી વધી રહી છે.

અરજદાર યુવતિ વૈષ્ણવી કદમએ મીડિયાને જણાવ્યું કે, હું ઇકેવાયસી કરાવવા માટે આવી છું. કેવાયસી નથી થઇ રહ્યું એટલે છેલ્લા બે દિવસથી હું શાળાએ નથી ગઇ. મારૂ ભણવાનું બગડે છે. બે દિવસથી હું ઇકેવાયસી માટે માતા-પિતા સાથે સવાર સવારમાં આવું છું.

Advertisement

અન્ય અરજદાર યુવતિ ધ્રુવિકાએ જણાવ્યું કે, હું ઇ કેવાયસી માટે અહિંયા આવું છું. શાળામાં રજા પાડી રહી છું. શાળામાં ઇ-કેવાયસી માંગે છે. સાથે જ કતારમાં લાગેલા પાર્થ યાદવે જણાવ્યું કે, હું વાઘોડિયાથી આવું છું. સળંગ ત્રણ દિવસથી શાળામાં ઇકેવાયસી કરાવવા માટે દબાણ કરે છે. અમે ત્રણ દિવસથી આવી રહ્યા છે. પરંતુ અમારૂ કામ થતું નથી. અને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version