Vadodara

ગેંડીગેટ મુખ્ય માર્ગ પાસેના મકાનના પોપડા ખર્યા, કારને નુકશાન

Published

on

  • કાટમાળનો ભાગ રોડ પર પડ્યો છે. સદ્નસીબે ઘટના સમયે નજીકમાંથી કોઇ વાહન પસાર નહીં થતું હોવાના કારણે જાનહાની-ઇજા થઇ નથી

આજે સવારે વડોદરા ના શહેરના જુના સિટી વિસ્તારમાં આવેલા ગેંડીગેડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલા મકાનના પોપડા ખરવાની ઘટના સામે આવી છે. જેને પગલે વિસ્તારમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. પાલિકાની નિર્ભયતા શાખા ક્યારે અસરકારક કામગીરી કરશે, સહિતના અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. આ ઘટનામાં ઘર પાસે પડેલી કાર પર કાટમાળનો ભાગ પડ્યો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે પાલિકાની જવાબદાર શાખા ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Advertisement

વડોદરા મહાનગર પાલિકાની નિર્ભયતા શાખા જર્જરિત મકાનોને સીલ કરવાની તથા અન્ય જવાબદારીનું વહન કરે છે. સામાન્ય રીતે ચોમાસામાં જર્જરિત માળખાના પોપડા ખરવા, તિરાડો પડવા સહિતની સમસ્યાઓ સામે આવતી રહે છે. જો કે, હવે ચોમાસા વગર પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે શહેરના ગેંડીગેટ વિસ્તારમાં મુખ્યમાર્ગની બાજુમાં આવેલા જર્જરિત મકાનના પોપડા ખર્યા હોવાનું સામે આવ્યું છે. અને કાટમાળનો ભાગ રોડ પર પડ્યો છે. ઘટના સમયે નજીકમાંથી કોઇ વાહન પસાર નહીં થતું હોવાના કારણે જાનહાની-ઇજા થઇ નથી. પરંતુ પાસે પડેલી કારના કાચને નુકશાન પહોંચ્યું છે.

Advertisement

સાથે જ કાર પર કાટમાળનો હિસ્સો વિખેરાયેલો જોવા મળી રહ્યો છે. વગર ચોમાસે ઘટેલી ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે જ નિર્ભયતા શાખા દ્વારા ગેંડીગેટ વિસ્તાર સહિત અન્યત્રે જ્યાં પણ જર્જરિત માળખા હોય ત્યાં સત્વરે કાર્યવાહી કરવી જોઇએ. ખાસ કરીને કોઇ ઘટના ઘટે તે પહેલા કાર્યવાહી કરીને લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ.

Advertisement

Trending

Exit mobile version