Vadodara

ગરમીથી માર્ગ પીગળ્યા,અમીત નગર બ્રિજ પાસે તાજેતરમાં બનેલો માર્ગ ડામરથી ખદબદી ગયો

Published

on

વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં તાજેતરમાં રસ્તા પર રીકાર્પેટ કરવામાં આવ્યું હતું.જોકે ગરમીના પ્રકોપ સામે કાર્પેટનું ડામર પણ ટકી શક્યું નથી. અને રોડ પર ડામર ઓગળી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Advertisement

શહેરના અમિત નગર ઓવરબ્રીજથી રાત્રી બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈ નેતા આવનાર હોય રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું. જેમાં ડામરના મીશ્રણની રસ્તાને રીકાર્પેટ કરાયો હતો. આ રસ્તો છેલ્લા એક વર્ષથી ખાડા વાળો હતો. આ સ્થળે અગાઉ માઈક્રો ટનલ પદ્ધતિથી ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવ્યું હતું. જે કામ પૂરું થયા બાદ થિંગણા મારવામાં આવ્યા હતા. જોકે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી પાણી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Advertisement

છેલ્લા બે ત્રણ દિવસથી આકાશ માંથી અગન ગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી. મુખ્ય માર્ગ પર ગરમીના કારણે મટીરીયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો. અને જેના કારણે વાહનચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Advertisement

Trending

Exit mobile version