વડોદરા શહેરમાં આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિ પૂર્ણ ભાઈચારાના વાતવરણ વચ્ચે થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમર કસી રહી છે. અસામાજિક તત્વોને ઝડપી પાડવા બાતમીદારોને કામે લગાડ્યા છે. દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે નવાયાર્ડ વિસ્તારમાંથી રીક્ષા ચાલકને દેશી બનાવટના કટ્ટા અને બે કારતુસ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફતેગંજ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પંકજકુમારને બાતમી મળી હતી કે, જુના છાણી રોડ ચીસ્તીયા મસ્જીદ પાસે નવાયાર્ડ રસુલજીની ચાલીમાં રહેતો મોહંમદ ઉંમર પઠાણ દેશી બનાવટનો કટ્ટો અને કારતુસ વેચાણ કરવા પોતાની ઓટોરીક્ષામાં ઘરેથી નિકળી નવાયાર્ડ થઇ પંડ્યા બ્રીજ તરફ જવાનો છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નવાયાર્ડ નાળાના ઢાળ પાસે વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી.
દરમિયાન મોહંમદ ઉંમર પઠાણ પોતાની બાતમી આધારિત રીક્ષા લઈને આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીક્ષાને કોર્ડન કરી તેને ઊભી રખાવી રીક્ષા ચાલક 42 વર્ષીય મોહંમદ પરવેજ મોહંમદ ઉંમર પઠાણની અંગ ઝડતી કરતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાં મુકેલ બે જીવતા કારતુસ મળી આવતા પોલીસે રીક્ષામા તપાસ કરતા ડ્રાઇવર સીટની નીચે થી કાપડમા વિંટાળેલ દેશી હાથ બનાવટ ક્ટટો પણ મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક મોહંમદ પરવેજ મોહંમદ ઉંમર પઠાણની ધરપકડ કરી બે જીવતા કારતુસ, દેશી હાથ બનાવટ ક્ટટો, ઓટોરીક્ષા તથા મોબાઇલ સહિત કુલ 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમબ્રાન્ચ ખાતે આર્મસડ એક્ટ હઠેળ ગનુો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.