- અગાઉ સ્વિમિંગ પુલ પાસે તૈયાર જીમના સાધનો ધૂળ ખાતા હોવાથી ચર્ચામાં હતું, હવે ગતરાત્રે અચાનક ધૂમાડા નીકળવાના કારણે ચર્ચામાં છે
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલ પાસેથી ધૂમાડા નીકળતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમાં આગ લાગવાના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ચેન્જિંગ રૂમના લોકરને નુકશાન પહોંચ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલું સ્વિમિંગ પુલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અગાઉ સ્વિમિંગ પુલ પાસે તૈયાર જીમના સાધનો ધૂળ ખાતા હોવાથી તે ચર્ચામાં આવ્યું હતું. હવે ગતરાત્રે અચાનક ધૂમાડા નીકળવાના કારણે ચર્ચામાં છે. ગતરાત્રે કારેલીબાગ સ્વિમિંગ પુલમાંથી ધૂમાડા નીકળતા ઉત્તેજવના વ્યાપી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેજને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
સિક્યોરીટી જવાન શિવકુમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. અમે સિલિન્ડરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી આગ ફેલાઇ ગઇ હતી. ઘટના અંગે જાણ થતા લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. ચેન્જિંગ રુમમાં શોર્ટ સર્કિટ થયું છે. ઘટના સમયે ફિલ્ટર પ્લાન ચાલુ હોવાથી અમે રાઉન્ડમાં હતા. ચેન્જિંગ રૂમમાં લોકર સળગી ગયા છે. બાકી બધુ બરાબર છે.