Vadodara

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ, વડસર ગામમાં સતત એનાઉન્સમેન્ટ જારી

Published

on

  • પાલિકા દ્વારા નાગરિકોની મદદ માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને લોકોની મદદ માટે કોર્પોરેટર પણ ખડેપગે હાજર છે.

વડોદરામાં ગતરોજ વરસાદની ભારે બેટીંગના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. તે સ્થિતી અત્યાર સુધી સ્થિર છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા પામ્યા છે. તેવામાં ખાસ કરીને વડસરમાં આવતા અનેક વિસ્તારો સુધી પાણી મોટી માત્રામાં પહોંચતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. અને લોકોને એનાઉન્સમેન્ટ કરીને સાવચેત કરવામાં આવી રહ્યા છે. સાથે જ પાલિકા દ્વારા નાગરિકોની મદદ માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને લોકોની મદદ માટે કોર્પોરેટર પણ ખડેપગે હાજર છે.

ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું કે, ગઇ કાલે જે ભારે વરસાદ પડ્યો હતો. તેમાં વડસર ગામના નીચાણવાળા કોટેશ્વર ગામ, વણકર વાસ તથા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેની માટે તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્ટાફ અને પોલીસની તૈનાતી કરવામાં આવી છે. જેને પણ તકલીફ પડે, તેઓને રહેવાની વ્યવસ્થા કરી છે. તેઓ પરિજનોને ત્યાં જઇ રહ્યા છે. હજી પણ રેસ્ક્યૂ કરવા માટે કોલ આવશે, તો અમે તૈયાર છીએ. 500 થી વધારે પરિવારો પૂરની પરિસ્થીતીમાં અટવાયેલા છે.

તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરાવામાં આવી રહ્યું છે. જેમાં જણાવાય છે કે, વડોદરા મહાનગર પાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે કે, વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી વધી રહ્યું છે. તો વિશ્વામિત્રી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિનંતી કરવામાં આવે છે કે, તમે તમારા નજીકના સલામત સ્થળે ખસી જવા સુચન કરવામાં આવે છે. વડસર ગામ, વડસર કાંસા, કોટેશ્વર ગામ, સમૃદ્ધ ટેનામેન્ટ તમામ વિસ્તારના રહીશોને નમ્ર અરજ કરવામાં આવે છે કે તમે પરિવાર સાથે સલામત સ્થળે ખસી જાઓ. વડોદરા મહાનગર પાલિકા દ્વારા નજહિતમાં જારી.

Advertisement

Trending

Exit mobile version