Vadodara

લગ્નમાં મોસાળું લઈને જતા લોકોને ભાદરવા સાંકરદા રોડ પર અકસ્માત નડ્યો, 1નું મોત, 25 ઘાયલ

Published

on


લગ્નમાં મોસાળું લઈને જતા આઇસરને અકસ્માત નડ્યો. સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જયારે 1નું મોત નીપજ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અડાસ ગામે લગ્નમાં મોસાળું લઈને જતા લોકોને અકસ્માત નડ્યો. જેમાં સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર બાવાના મઢી પાસે મોક્સી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે જયારે એકનું મોત નીપજ્યું છે. ભારદાઈ વાહન વચ્ચે અકસ્માતમાં સર્જાતા ભારે આફ્ટર તફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

મોક્સી ગામ નજીક ટ્રક અને આઇસર સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોની ચિચિયારી અને આક્રંદના પગલે વાતાવરણ ગમગીની ભર્યું બન્યું હતું. અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Trending

Exit mobile version