Vadodara

બિનવારસી કાર મુકીને શરાબનું કટિંગ કરવાની તૈયારી કરતા બુટલેગરોને PCBની ટીમે રંગેહાથ ઝડપ્યા, બે આરોપી વોન્ટેડ

Published

on

વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે શહેરના ખોડીયાર નગર નજીક આવેલા એક ખુલ્લા મેદાનમાં મૂકી રાખેલી કાર માંથી મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને બે આરોપીઓની ધરપકડ કરી અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસની ગુન્હા નિવારણ શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે, હાથીખાના પાસે રહેતો રફીક દીવાન એક કારમાં વિદેશી શરાબ લાવીને ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલી સિદ્ધેશ્વર સોસાયટી નજીક મંદિર પાસેના મેદાનમાં મૂકી રાખેલી છે. જે કારમાં રાખેલો શરાબનો જાથો ભરત ઉર્ફે ધીરજ નામાનીને સપ્લાય થવાનો છે.

Advertisement


બાત્મીના આધારે પોલીસે સ્થળ પર વોચ રાખીને દરોડો પાડતા સ્થળ પરથી વિવેક ઉર્ફે બની મોહનલાલ કેવલાની તેમજ વારસિયામાં રહેતો ભરત ઉર્ફે ધીરજ નામાનીની ધરપકડ કરી લીધી હતી. સ્થળ પર પાર્ક કરેલી gj-01 પાર્સીંગની કારમાં વિદેશી શરાબની 791 નંગ શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી સવા લાખ ઉપરાંતની કિંમતનો શરાબનો જથ્થો તેમજ ફોર વ્હીલર કાર સહીત મોબાઈલ અને રોકડ મળીને 4,70,750 રૂ. નો મુદ્દામાલ કબજે લીધો છે. જયારે શરાબનો જથ્થો સપ્લાય કરનાર રફીક દીવાન તેમજ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીને વોન્ટેડ જાહેર કર્યા છે.


પકડાયેલા આરોપી વિવેક કેવલાની પર જે.પી રોડ ,મકરપુરા તેમજ ફતેગંજમાં પ્રોહીબીશનના ગુન્હા નોંધાયેલા છે. જયારે આરોપી ભરત ઉર્ફે ધીરજ નામાની પર કુંભારવાડા પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયેલો છે.

Advertisement

Trending

Exit mobile version