Vadodara

અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન

Published

on

  • આજે સવારે અલકાપુરી વિસ્તારના પહેલા પેટ્રોલ પંપની ગલીમાં રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સતત ધમધમતા રહેતા રોડ પર આવેલી જર્જરિત બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ આજે સવારે ધરાશાયી થયો છે. ઘટનામાં નીચે રોડ પર ઉભેલી રીક્ષાને નુકશાન પહોંચ્યું છે. આ ઘટના સમયે રીક્ષા ચાલક તેમાં બેઠા હતા. પરંતુ સદ્નસીબે તેમને કોઇ ઇજાઓ પહોંચી ન્હતી. આ જર્જરિત બિલ્ડીંગને એક વર્ષ પહેલા સીલ મારી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરંતુ ત્યાર બાદ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા બિલ્ડીંગ જોખમી હાલતમાં જેમનું તેમ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી સામે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પહેલા પેટ્રોલ પંપ પાસે આવેલુ દર્પણ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડીંગની હાલત જોઇને તેને એક વર્ષ પહેલા જ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો મીડિયાને જણાવી રહ્યા છે. આજે સવારે પહેલા પેટ્રોલ પંપની ગલીમાં રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં રીક્ષાને નુકશાન પહોંચ્યું છે, જ્યારે તેમાં બેઠેલા ચાલકનો બચાવ થયો છે. આજે પણ ગલીમાં લવાહનોને ભારે અવર-જવર છે, તે વચ્ચે આ ઘટના સામે આવતા તંત્રએ ત્વરિત સુરક્ષાના પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે. આ બિલ્ડીંગ નીચે જ રીક્ષા સ્ટેન્ડ હોવાથી ચાલકો ઉભા રહેતા હોય છે. આ ઘટના બાદ આગળ પાલિકા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

રીક્ષા ચાલકે મીડિયાને જણાવ્યું કે, આ 10 વાગ્યાના આસપાસની ઘટના છે. ઘટના સમયે હું રીક્ષામાં જ બેઠો હતો. અને ઉપરથી રીક્ષા પર ગાબડું પડ્યું હતું. મને વાગ્યું નથી, મારી રીક્ષાને નુકશાન પહોંચ્યું છે. અહિંયા રીક્ષા સ્ટેન્ડ છે, એક વર્ષથી બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાર બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડીંગમાંથી મહિને બે મહિને ગાબડાં પડતા હોય છે. સ્થાનિકે જણાવ્યું કે, આ રોડ પરથી લોકો પસાર થાય છે. ક્યારે મોટી દુર્ઘટનાની શક્યતા રહેલી છે. જેથી ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ.આ બિલ્ડીંગના રહીશો, અને શોપીંગ વાળાઓએ એકત્ર થવાની જરૂર છે.

Advertisement

Trending

Exit mobile version