Vadodara

પાલિકાની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા 7 પૈકી 4 કામો મુલત્વી, એક કામ આંશિક મંજુર!

Published

on

વડોદરા મહાનગર પાલિકામાં આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરવામાં આવેલા 7 કામો માંથી ચાર કામોને મુલત્વી કરવામાં આવ્યા હતા.જ્યારે મંજુર થયેલા ત્રણ કામો પૈકી એક કામમાં મહત્વનો સુધારો કરીને ટૂંકી મુદ્દતની જાહેરાત આપી નવેસરથી ભાવો મંગાવવાની સૂચના આપવામાં આવી છે .

શુક્રવારે મળેલી પાલિકાની સામાન્ય સભા પૂર્વે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક પણ યોજવામાં આવી હતી.જેના એજન્ડામાં 7 કામો રજૂ કરવામાં આવ્યા હતા. સાત કામોમાં પ્રથમ કામ પાલિકામાં ફરાસખાના નો સમાન ભાડે આપતા કોન્ટ્રાકટર પાસે વાર્ષિક મર્યાદા પૂર્ણ થયા બાદ મંજૂરીની અપેક્ષાએ કરાવવામાં આવેલા વધુ પડતા 16,81,679 રૂ.ના કામોના બીલની ચુકવણી કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે દરખાસ્ત સ્થાયી સમિતિએ મુલત્વી જાહેર કરી હતી.

Advertisement

બીજી દરખાસ્તમાં પાલિકાના રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા સેવાલીયા ટીમ્બા વિસ્તારની બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવા માટે ઇજારદાર ડી.બી સોરઠીયા પાસેથી અંદાજ કરતા 34.31 ટકા વધુ આઈટમ રેટ ભાવે ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ સાથે ત્રીજી દરખાસ્તમાં દક્ષિણ ઝોનમાં RCC રોડ બનાવવાના કામ માટે ઇજારદાર શકું કન્સ્ટ્રક્શનને અંદાજીત ભાવ કરતા 2.70 ટકા ઓછા ભાવે પાંચ કરોડની મર્યાદામાં કામગીરી કરવાની મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે સ્થાયી સમિતિએ ઇજારદારને પશ્ચિમ ઝોનમાં થઈ રહેલા RCC રોડના કામોમાં મંજુર કરેલા ભાવો પર કામ કરવાની સહમતી હકી તો કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ સાથે ટૂંકી મુદ્દતની જાહેરાત આપીને નવેસરથી ભાવપત્રક મંગાવવાની શરતે કામને આંશિક મંજુર કર્યું હતું.

આ સાથે ચોથા ક્રમાંકે પૂર્વ ઝોન વિસ્તારમાં એક વર્ષ માટે નવીન ડ્રેનેજ નળીકા નાખવાના 5 કરોડની નાણાંકીય મર્યાદામાં કરવાના કામમાં ઇજારદાર મારુતિ એન્ટરપ્રાઇઝને યુનિટ રેટ મુજબના ભાવો કરતા 10 ટકા ઓછા મુજબ કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

Advertisement

આ સાથે મકરપુરા GIDC વિસ્તારમાં પાલિકાની નવીન પ્રેસ શાખાની કચેરી માટે બિલ્ડિંગના નિર્માણ માટે 2.34 કરોડના ખર્ચે ઇજારદાર દિવ્ય શક્તિ કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જે દરખાસ્તને પાલિકાની સ્થાયી સમિતિએ મુલત્વી કરી હતી.

આ સાથે નવી પેન્શન યોજના પ્રમાણે જરૂરી સુધારા વધારા સાથે પાલિકાના કર્મચારીઓના નવેમ્બર 2022 થી ફેબ્રુઆરી 2024 માસ દરમિયાન માસિક બેઝ પગાર અને મોંઘવારી ભથ્થા મુજબ 10 ટકા રકમ કપાત આપવા તેમજ કપાત કરેલી રકમ જેટલી 12 થી 14 ટકા રકમ સંસ્થાએ પોતે ઉમેરીને NSDL માં જમા કરાવવા માટે હિસાબી શાખા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે કામને પણ મુલત્વી રાખવામાં આવ્યું હતું. આ સાથે NPS ની કુટુંબ પેંશન દરખાસ્તમાં જરૂરી સુધારા અંગેના સુચનને ઓણ મુલત્વી કરવામાં આવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version