Vadodara

શ્રાવણના ત્રીજા શનિવારે વડોદરાના શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને સુવર્ણ વાઘાના મનોરથ

Published

on

પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજી ના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે 1501 ચોકલેટ ના ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘના ભવ્ય શણગાર કરવામાં આવ્યો, આજે નિત્યક્રમ મુજબ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ દર્શન કરવા આવ્યા હતા

Advertisement

મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે, પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટ ના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો, અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે, અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વે હરિભક્તો ને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ..

Advertisement

Trending

Exit mobile version