Vadodara

ઓનલાઈન ગેમિંગ અને સટ્ટો રમવા એક્ટીવેટ કરેલા સીમકાર્ડ દુબઈ મોકલવાનું નેટવર્ક ઝડપાયું,145 સીમકાર્ડ કબજે લીધા

Published

on

  • આણંદ SOGએ કરમસદ માંથી ચિરાગ સોલંકીની ધરપકડ કરીને સીમકાર્ડ કબજે લીધા
  • આણંદના નાપાડ માંથી 145 જેટલા એરટેલના સીમકાર્ડ અન્ય લોકોના નામે એક્ટીવેટ કરાવનાર બે શખ્સોની ધરપકડ થઇ
  • 1250માં ખરીદેલા સીમકાર્ડ દુબઈમાં 1500માં વેચાણ કરવાની ગોઠવણ!
  • અન્ય કેટલાક લોકોની સંડોવણી બહાર આવે તેવી શકયતા

કરમસદમાંથી એક્ટીવ કરેલા 145 સીમકાર્ડ દુબઈ પહોંચે તે પહેલા આણંદ એસ. ઓ .જી પોલીસે 3 ઈસમને ઝડપી પાડ્યા છે. એક્ટીવ કરેલા સીમકાર્ડ દુબઈ લઈ જઈને ઓનલાઈન ગેમીંગ ઝોન તેમજ સટ્ટા બેટીંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનો ઘટસ્પોટ થયો છે.

આણંદ SOG પોલીસે એક્ટીવેટ કરેલા 145 સીમકાર્ડ દુબઈ પહોચે તે પહેલા એક શખ્સને ઝડપી પાડીને 14 જેટલા ડેબીટ અને ક્રેડીટ કાર્ડ કબજે લીધા છે. જયારે આ તમામ સીમકાર્ડનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટો રમવા માટે કરવામાં આવનાર હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે કરમસદ ખાતે આવેલા રામદેવપીર મંદિર પાછળ આવેલી સોમાભાઈ રેસીડેન્સીમાં રહેતા એક શખ્સને ત્યાં દરોડો પાડીને એક્ટીવ કરેલા એરટેલ કંપનીના 145 સીમકાર્ડ તેમજ 14 જેટલા ડેબીટ અને ક્રેડિટ કાર્ડ ઝડપી પડ્યા છે. પકડાયેલા આરોપીની પૂછપરછ ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં સીમકાર્ડને એક્ટીવેટ કરીને દુબઈ મોકલી આપવાની યોજનાનો પર્દાફાશ થયો છે. તમામ સીમકાર્ડ આણંદના નાપાડ માંથી એક્ટીવ કરાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ ખાતે રહેતો ચિરાગ પરેસભાઈ સોલંકી એક્ટીવ સીમકાર્ડ લાઈને દુબઈ ઓનલાઈન ગેમીંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરવાનો હોવાની બાતમી આણંદ SOGને મળી હતી. ચિરાગ આજે એક્ટીવેટ સીમકાર્ડ લઈને દુબઈ જવા નીકળવાનો હતો તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

આરોપીની પૂછપરછ કરતા એક્ટીવ કરેલા એરટેલ કંપનીના કુલ 145 સીમકાર્ડ 14 જેટલા અલગ- અલગ બેન્કોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક્ટીવ કરેલા સીમકાર્ડ તેણે નાપાડ વાટા ગામે રહેતા સમર શહીદખાન રાઠોડ અને જૈનુલઆબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી એક એક્ટીવ 1250 રૂપિયામાં ખરીધું હતુ અને તે દુબઈ લઈ જઈને જૈમીન ચીમનભાઈ ઠાકોરને 1500 રૂપિયામાં વેચનાર હતો.

આ કબુલાતના આધારે પોલીસે ફોન સાથે કુલ 42250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને નાપાડવાંટા ખાતે છાપો મારીને સમર રાઠોડ અને જૈનુલઆબેદીન રાઠોડને પણ ઝડપી પાડયા હતા. આ બન્ને શખ્સો અલગ- અલગ વ્યક્તિઓના નામ- સરનામાવાળા એક્ટીવ કરેલા સીમકાર્ડો ચીરાગને વેચતા હતા. પોલીસે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એક્ટીવ કરેલા સીમકાર્ડ ખરીદીને દુબઈ ખાતે મોકલ્યા હતા જેની તપાસ ચાલી રહી છે. દુબઈ આ સીમકાર્ડ લઈ જઈને ત્યાં ઓનલાઈન ગેમીંગ ઝોન તેમજ સટ્ટા બેટીંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Advertisement

Trending

Exit mobile version