એક તરફ વડોદરાને ‘સ્માર્ટ સિટી’ બનાવવાના દાવાઓ થાય છે અને બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારનું રત્ન ગણાતું ગોત્રી તળાવ આજે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. તળાવના બ્યુટિફિકેશન માટે કરોડોના બજેટની વાતો હવામાં ઓગળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
🟢તળાવ કે લીલું મેદાન?
ગોત્રી તળાવની વર્તમાન સ્થિતિ જોતા એવું લાગે છે કે અહીં પાણી નહીં પણ કોઈ ઘાસનું મેદાન હોય.
જળકુંભીનું સામ્રાજ્ય: આખા તળાવ પર લીલા ઘાસ (જળકુંભી) ની એવી ચાદર પથરાઈ ગઈ છે કે પાણી ક્યાં છે તે શોધવું મુશ્કેલ છે.
અસહ્ય દુર્ગંધ: તળાવમાં જમા થયેલા કચરા અને ગંદા પાણીના કારણે દૂર-દૂર સુધી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે, જેના કારણે આસપાસના રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે.
🤫કોર્પોરેટરની ‘ચૂપી’ સામે સવાલ❓
સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે આ તળાવની બિલકુલ પાડોશમાં જ સ્થાનિક કોર્પોરેટર વસવાટ કરે છે.
આંખ આડા કાન: જે રસ્તેથી રોજ નેતાજી પસાર થાય છે, ત્યાંની ગંદકી તેમને કેમ દેખાતી નથી?
ક્યાં ગયા બ્યુટિફિકેશનના વાયદા? ચૂંટણી સમયે તળાવોને નંદનવન બનાવવાની મોટી-મોટી વાતો કરનારા નેતાઓ અત્યારે જાણે ‘મૌન વ્રત’ ધારણ કરીને બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે.
🧐જાહેર આરોગ્ય જોખમમાં
ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે ગોત્રી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો રોષ હવે ચરમસીમાએ છે. લોકો પૂછી રહ્યા છે કે:
શું તંત્ર માત્ર કાગળ પર જ બ્યુટિફિકેશન કરે છે?
કોર્પોરેટર માત્ર વોટ લેવા માટે જ પાડોશી બને છે?
ગંદકીના કારણે બીમારી ફેલાશે તો તેની જવાબદારી કોણ લેશે?
🫵“નેતાજી, હવે તો જાગો! પ્રજાની સુખાકારી માટે નહીં તો ઓછામાં ઓછી પાડોશની શુદ્ધ હવા માટે તો તળાવ સાફ કરાવો!”