Vadodara

પાલિકાની દબાણ શાખા વોર્ડ 7 વિસ્તારમાં ત્રાટકી, નાગારવાડા- મચ્છીપીઠના રસ્તા પરના દબાણોનો સફાયો

Published

on

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા દિવસથી રોજેરોજના દબાણો દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. જેમાં ગત રોજ પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કર્યા બાદ અઆજે શહેરના વહીવટી વોર્ડ 7માં સમાવિષ્ટ વિસ્તારમાં મુખ્યમાર્ગ પરના દબાણોદુર કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં દબાણોદુર કરવાની કામગીરીમાં કારેલીબાગ પોલીસે બંદોબસ્ત પૂરો પડ્યો હતો.

શહેરના કારેલીબાગ પોલીસ મથકથી નાગારવાડા થઈને મચ્છીપીઠ અને ત્યાંથી સલાટવાડા તરફના રસ્તા રેસા પરના દબાણો દૂર કરવાની તજવીજ આજે દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. નાગારવાડા ચાર રસ્તાથી રોડ રસ્તાના અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ગેરેજ તેમજ જંપર રીપેરીંગના નામે દુકાનો ખોલીને દબાણો કરવામાં આવ્યા હતા. આ સાથે રોડ પર ખાણી પીણીની લારીઓ અને દુકાનો દ્વારા વધુ પડતા શેડના બંધકામ પણ કરી દેવામાં આવ્યા હતા. આ તમામ દબાણો દૂર કરવા આજે પાલિકાની દબાણ શાખાની ટિમ પહોંચી ગઈ હતી.

જ્યારે લગભગ 8 થી 10 જેટલી ટ્રક ભરીને દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં દબાણની કામગીરી માટે કારેલીબાગ પોલીસે ખડેપગે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ સાથે વહીવટી વોર્ડ 7ના અધિકરીઓ પણ હાજર રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વારંવાર આ રોડ પર પાલીકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાંય આડેધડ દબાણો ફરી વાર ગોઠવાઈ જાય છે. આજે દબાણો દૂર કર્યા બાદ ફરી વાર જ્યારે દબાણો ઉભા થશે ત્યારે પાલિકા દ્વારા વહીવટી શુલ્ક ના નામે પાવતી ફાડીને દંડ કરવામાં આવશે અને ફરી વાર દબાણોને મોકળું મેદાન મળી જશે.

Advertisement

Trending

Exit mobile version