કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સ 66 ગ્રામ 280 મીલીગ્રામ, કિંમત રૂા.6,62,800નો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી નીલોફર w/o મુન્ના સલમાનીને વડોદરા શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડી છે.
- પકડાયેલ આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ તથા ફરારઆરોપી કાલુ તથા ડ્રગ્સ મંગાવનાર નિલોફર મુન્નાભાઇ સલમાની વિરૂધ્ધ કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો
- તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે.
ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા તેમજ શહેરમાં એન.ડી.પી.એસ., પ્રોહીબિશન તેમજ મિલ્કત સંબધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના અને માર્ગદર્શન આધારે ડભોઇ રોડ ઉપરથી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરી હતી. જ્યાં આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ (રહે. બ્લોક નં-23, રૂમ નં-32, મહાનગર વુડાના મકાનમાં ડભોઇ રોડ)નાનો પ્રતાપગઢ રાજસ્થાન ખાતેથી લાવેલ માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સનો જથ્થો 66 ગ્રામ 280 મીલીગ્રામ, કિ.રૂા.6,62,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ. રૂ.6,73,130ના મુદામાલ સાથે પકડી લીધી છે.
જ્યારે પકડાયેલ આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ તથા ફરારઆરોપી કાલુ તથા ડ્રગ્સ મંગાવનાર નિલોફર મુન્નાભાઇ સલમાની વિરૂધ્ધ કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પો.ઇન્સ એસ.ડી. રાતડાનાઓના માર્ગદર્શન હેઠળ ગુનાની સધન તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં લાગતા ગુનામાં આરોપી નિલોફર મુન્ના સલમાની (રહે. સનફાર્મા રોડ, રોયલ વુડાના મકાનમાં બ્લોક નં 6ના મકાન નં. 67) ખાતે તેની મમ્મી જૈતુન રહેમાન શેખના ઘરે આવેલ છે તેવી બાતમી મળી હતી.
જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા વોન્ટેડ આરોપી મળી આવી હતી. આ સાથે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે.