- ઘટના: કરજણની 28 વર્ષીય યુવતી (ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની) સોશિયલ મીડિયા પર મિત્રતા કરી તંત્ર-મંત્રના નામે છેતરપિંડી.
- આરોપી: જયંત પ્રવીણભાઈ વસાવા (જેણે પોતાની ઓળખ ફાઇનાન્સર તરીકે આપી હતી).
- ઠગાઈની રીત: પ્રેમીને પાછા લાવવાના નામે રોકડ રકમ, ઓનલાઇન લોન અને સોના-ચાંદીના દાગીના ગીરવે મુકાવી લાખો પડાવ્યા,રૂ. 3.66 લાખની ઠગાઈ
- કાનૂની કાર્યવાહી: પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી.
તમે પણ અજાણ્યા લોકો પર જલ્દી વિશ્વાસ કરી લો છો? જો હા, તો ચેતી જજો! વડોદરા અને કરજણ પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા એક યુવતી માટે આર્થિક ફટકો સાબિત થઈ છે. પ્રેમીને પાછા મેળવવાની લાલચમાં એક યુવતીએ તંત્ર-મંત્રના નામે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.”
👉વડોદરામાં અભ્યાસ કરતી કરજણની 28 વર્ષીય યુવતી સાથે આ ઠગાઈ થઈ છે. વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા આ યુવતીનો સંપર્ક જયંત વસાવા નામના શખ્સ સાથે થયો હતો. જયંતે પોતાની ઓળખ ખાનગી બેંકના ફાઇનાન્સર તરીકે આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.
👉યુવતીના ભૂતકાળના બ્રેકઅપનો લાભ ઉઠાવી આરોપીએ દાવો કર્યો હતો કે તે તંત્ર-મંત્ર અને વિધિ દ્વારા તેના પ્રેમીને ફરી જીવનમાં પરત લાવી શકે છે. બસ, અહીંથી જ છેતરપિંડીનો ખેલ શરૂ થયો.
🧐આરોપીએ વિધિના બહાને પહેલા 30 હજાર રૂપિયા પડાવ્યા, અને ત્યારબાદ યુવતીને ઓનલાઇન લોન લેવા માટે મજબૂર કરી. એટલું જ નહીં, સયાજીગંજની એક હોટલમાં બોલાવી યુવતીના સોના-ચાંદીના દાગીના પણ વિધિના નામે ગીરવે મૂકાવી દીધા. ઓક્ટોબરથી ડિસેમ્બર-2025ના ગાળામાં આરોપીએ કુલ 3.66 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
🫵જ્યારે લાંબો સમય થવા છતાં પ્રેમી ન આવ્યો અને દાગીના પણ પરત ન મળ્યા, ત્યારે યુવતીને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જયંત પ્રવીણભાઈ વસાવા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.