Karjan-Shinor

સોયાવડીના કટ્ટાની આડમાં લઈ જવાતો 79 લાખનો વિદેશી શરાબનો જથ્થો કરજણ પોલીસે ઝડપી પાડ્યો

Published

on

  • માંગલેજ નજીક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા કન્ટેનરને તપાસતા શરાબનો જથ્થો મળ્યો
  • સોયાવડીના કટ્ટાની આડમાં 79 લાખનો શરાબનો જથ્થો સંતાડયો હતો, 89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

વડોદરા જીલ્લાના કરજણ પોલીસે સોયાવડીના કટ્ટાની આડમાં લઈ જવામાં આવતા વિદેશી શરાબના મોટા જથ્થાને ઝડપી પાડીને 89 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો કરજણ પોલીસ મથકની હદ માંથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળું કન્ટેનર માંગલેજ ચોકડી પાસે આવેલી સનરાઈઝ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલું છે તેવી જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં DD01 H 9720 નંબરનું કન્ટેનર મળતા તેના સિલ્ડ દરવાજા ખોલીને ચેક કરતા તેમાં સોયાવડીના કટ્ટા મળી આવ્યા હતા. જે કટ્ટા ખસેડીને તપાસતા અંદર વચ્ચેના ભાગે વિપુલ પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.

કન્ટેનરની અંદર વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 21,264 જેટલી બેટલ મળી આવી હતી. જેની ફૂલ કિંમત 79,17,504 રૂ., મોબાઈલ ફોન અને 10 લાખની કિંમતનું કન્ટેનર મળીને કુલ 89,42,504 રૂ.નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલી તેમજ રવિ સુરેશચંદ્ર ઢોલીની ધરપકડ કરી હતી.

Trending

Exit mobile version