Vadodara

કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, ‘લોકો વડોદરાને શોધતા આવશે’

Published

on

  • વિકાસ કેવો હોય, કયા સ્તરનો હોય, કેવી ઝડપ હોય તેવું નરેન્દ્રભાઇએ દેશ અને દુનિયાને બતાવ્યું છે – ભૂપેન્દ્ર પટેલ
  • આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાના મહેમાન બન્યા
  • વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ વિકાસકાર્યોની ભેંટ આપી

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ  વડોદરા માં છે. તેમના હસ્તે આજે શહેરને રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ તકે વડોદરના દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વડોદરા પાલિકા કમિશનર મહેશ અરૂણ બાબુ, અને દંડક બાળુ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું. તે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન એક મહિલાએ વિક્ષેપ સર્જ્યો હતો. તેમણે મહિલાને મળવા જણાવ્યું હતું. જે બાદ તેમણે એકદમ અસહજ થયા વગર પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, મોબાઇલ એવી વસ્તુ છે, કે એક વખત જોવાનું શરૂ કરો તો સામે શું ચાલે તેનું ધ્યાન જ ના જાય મોબાઇલ પર આવ્યા જ કરે, તેમાંથી બહાર નિકળવું પડે. આપણે નથી નિકળતા તો છોકરાઓને કેવી રીતે કાઢીશું. ટાઇમના સ્લોટ પાડવા જોઇએ, આપણા અને પરિવાર માટે સારૂ શું છે તે વિચારવું. સરકાર કંઇક કરશે તો અડધા ઉભા થઇ જશે, અમારૂ હાર્ટ બંધ કરો તો કેવી રીતે ચાલશે, ગઇ કાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવ્યો છે. તેની સૌને શુભકામનાઓ.

વધુમાં જણાવ્યું કે, ગઇ કાલે પંચમહાલ જિલ્લામાં 600 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેંટ આપી છે. આજે વડોદરામાં 1156 કરોડના વિકાસના કામોની ભેંટ આપી છે. વિકાસ કેવો હોય, કયા સ્તરનો હોય, કેવી ઝડપ હોય તેવું નરેન્દ્રભાઇએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. દેશમાં વિકાસની રાજનિતી નરેન્દ્રભાઇના આવ્યા પછી થયું છે. દરેક જણ વિકાસની વાતો કરતા થયા છે. પાલિકામાં બેઠેલા વડીલો, પાલિકામાં કામ કરાવવું , લાખ રૂપિયાનું કામ કરાવવા તકલીફ પડતી, લોકોએ જોઇ છે. વોર્ડમાં કામ કરાવવું, તે માટે પૈસાની ફવળણી કરાવવી તકલીફનું કામ હતું. પ્રજામાં પણ વિશ્વાસ આવ્યો છે, આ કામ આ શાસનમાં થઇ થકે છે. જેથી તેઓ કામ બાબતે રજુઆત કરે છે. ભાજપની સરકાર કોઇ પણ કામ કરી શકે, મોદી હૈ તો મુમકીન હૈ.

Advertisement

વધુમાં ઉમેર્યું કે, કોઇ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઇને રોકતા નથી. ત્યાં આવીને કોઇ પણ મળી શકે છે, અને ઘણાબધા આવે છે. જ્યારે કોઇ પ્રોગ્રામમાં આવ્યા હોય અને રજુઆત કરવી હોય તે સંસ્કારી નગરીને શોભે નહીં. આમાંથી જ આપણે બહાર નિકળવું છે. જે પદ્ધતિઓ તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની પદ્ધતિ છે, ત્યાં ક્યાંક આવું કારણ બને તો તમારો જુસ્સો ના તુટવો જોઇએ. અમે તો હરહંમેશ મીડિયાને પણ કહ્યું કે, જે કોઇ નેગેટીવ હોય તો તે તપાસો, અને તેને તાત્કાલિક સુધારો. આપણે જે કામ કરી રહ્યા છે, તેમાં ભૂલ થવાની છે. આટલા બધા કામો કરી રહ્યા છે. તેનો અર્થ એવો ના થાય કે સરકાર કામ પર ધ્યાન નથી આપતી. બધાએ જોયું છે કે, આ સમુહની વાત છે, સમુહમાં કામ દેખાય છે, કામો લોકોના કામો થયા છે.

Advertisement

વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઇએ યોજના બનાવી છે, તેના કેન્દ્ર સ્થાને રાખ્યા છે. આજે 8 લાખથી વધુ મકાનો આપણે ગુજરાતમાં આપ્યા છે. આપણને એક જ દિવસે બધી સુવિધાઓ જોઇએ છે. અત્યાર સુધી શું થયું તે આપણી સામે છે, ગુજરાત છુટુ પડ્યું ત્યારે 4 દાયદા અને હાલના અઢી દાયકાનો વિકાસ જોઇ લો. જોઇ લો, તમારે જ્યાં જોવું હોય ત્યાં જોઇ આવો. આ દેશમાં મોંઢામાંથી નીકળી ગયું હશે., આ દેશમાં સુધારો નહીં થાય દેશ આગળ નહીં વધે., આપણને નેતૃત્વ મળ્યું અને લોકો દુનિયામાં ચર્ચા કરતા થઇ ગયા. તેમણે આપણું ગૌરવ વધાર્યું છે. નાનો માણસ સ્વાભીમાન સાથે જીવી શકે. સરકાર પાસે એક વ્યક્તિ નહીં, સમુહનું આયોજન હોઇ શકે છે.

વધુમાં ઉમેર્યું કે, જે ફોરેનમાં થતું હતું, તેની માટે આપણે વર્ષો રાહ જોતા હતા. આજે આપણે વૈશ્વિક સ્પર્ધામાં આવ્યા છે. ભારતમાં બનતી વસ્તુ ફોરેનમાં જઇ રહી છે, તે આપણી તાકાત વધી છે. પહેલા ભારતીય પાસપોર્ટ જુએ તો સામેવાળાની ચમક પહેલા જુઓ અને આજે જુઓ. તે આપણા માટે ગૌરવ છે. આપણો અભિગમ છે, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કરવાનો છે.

Advertisement

આખરમાં ઉમેર્યું કે, વડોદરાને ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અને દિલ્બી મુંબઇ કોરીડોરનો લાભ મળશે. બુલેટ ટ્રેન પણ પસાર થવાની છે. મોદીની પ્રેરણાથી ભારત સ્પેનની ભાગીદારીથી એરક્રાફ્ટના એકમના કારણે વડોદરા દુનિયાના નકશામાં અંકિત થયું છે. લોકો વડોદરાને શોધતા આવશે. એટલું બધુ ડેવલોપમેન્ટનું સેન્ટર થઇ ગયું છે. આપણે 2047 નો રોડમેપ તૈયાર કર્યો છે. તેમાં સારૂ કમાઓ અને સારૂ રહીએ તેના બે પાયા પર વિકસીત ગુજરાત બનાવવા જઇ રહ્યા છે. અત્યારે વિશ્વામિત્રી નદીનું કામ થઇ રહ્યું છે. તેની વહનશક્તિ આપણે બમણી કરી રહ્યા છે. એટલે તકલીફ ના પડવી જોઇએ. વડોદરામાં સ્વચ્છતા સારી થઇ રહી છે, આશા રાખીએ કે તે સ્વભાવમાં આવી જાય. કોણ શું કરે છે તે જોવાનું નથી, આપણે શું કરવું છે તે જોવાનું છે. જેના જીવનમાં મુશ્કેલી આવે તેના માટે આયુષ્યમાન કાર્ડ મોટી તાકાત છે. પરંતુ આપણે યોગમાં વધારે વિચારવું જોઇએ. સૌથી વિકસીત શહેર વડોદરા છે, ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version