Vadodara

‘નામ બગાડે તો…થપ્પડ પણ મારવી પડે’, ભાજપના કોર્પોરેટરનું વિવાદીત નિવેદન

Published

on

  • તે બબાલ પતી ગઇ છે. અમારૂ કામ સારી રીતે પતી ગયું છે. બાકી કામોનું લિસ્ટ મ્યુનિસિપલ કમિશનરને આપ્યું છે – કોર્પોરેટર
  • વડોદરામાં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો
  • આજે કોર્પોરેટર કલ્પેશ પટેલ વડોદરા પાલિકાની કચેરીએ જોવા મળ્યા
  • તેમને જુની બબાલ અંગે સવાલ પુછતા તેમણે થપ્પડ મારવાનું ઉદાહરણ આપ્યું હતું

વડોદરાના માંજલપુુર માં વરસાદી પાણી ભરાઇ જવા તથા ડ્રેનેજના પાણી નો યોગ્ય નીકાલ નહીં થવા મામલે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ (જય રણછોડ) દ્વારા પાલિકાની કચેરીમાં જ સિટી એન્જિનિયર જોડે કડકાઇ દાખવવામાં આવી હતી. બાદમાં તેઓ સિટી એન્જિનિયર જોડે સ્થળ પર પહોંચ્યા હતા. અને બંનેએ એકબીજા પર આરોપો લગાવ્યા હતા. અંતે એકબીજાના પગ પકડીને છુટ્ટા પડ્યા હતા. આ ઘટના બાદ આજે કોર્પોરેટર કલ્પેશ પટેલ પાલિકાની કચેરીમાં શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ તથા ભાજપના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ જોડે દેખાયા હતા. જ્યાં તેમને જુની બબાલ અંગે સવાલ પુછતા તેમણે ઘરમાં નામ બગાડતા બાળકનું ઉદાહરણ આપ્યું હતું, અને કહ્યું કે, છોકરું……….માં-બાપ એક-બે વખત ટોકે, ત્રીજી વખત સમાજમાં નામ બગાડે, પછી તેને માં-બાપે ટોકવું પણ પડે, ખખડાવવું પણ પડે અને થપ્પડ પણ મારવી પડે.

Advertisement

તાજેતરમાં વડોદરામાં વરસાદ બાદ પાણી ભરાતા પાલિકાની કચેરીમાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુંદાર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા કોર્પોરેટર બરાબરના ગિન્નાયા હતા. અને સિટી એન્જિનિયર વિરૂદ્ધ ગંભીર આરોપો મુક્યા હતા. જો કે, સ્થળ પર જઇને જોતા વરસાદી પાણીનો નિકાલ થઇ ગયો હતો. અને ડ્રેનેજના પાણીના નિકાલનો પ્રશ્ન આગામી સમયમાં ઉકેલાઇ જશે, તેવી વિગતવાર ચર્ચા થઇ હતી. ત્યાર બાદ આજે ભાજપના કોર્પોરેટર શાસક પક્ષના નેતા અને દંડક સાથે જોવા મળ્યા હતા.

Advertisement

ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલને પુછવામાં આવ્યું કે, તે દિવસે સિટી એન્જિનિયર જોડે બબાલ થઇ હતી. તેના જવાબમાં તેમણે કહ્યું કે, તે બબાલ પતી ગઇ છે. અમારૂ કામ સારી રીતે પતી ગયું છે. બાકી કામોનું લિસ્ટ મ્યુનિસિપલ કમિશનરને આપ્યું છે, તે પણ કામો પતી જશે. બાદમાં તેમને પુછ્યું કે, શું બબાલ થાય તો કામ થાય એમ ? તેના જવાબમાં કલ્પેશ પટેલે જણાવ્યું કે, એવું જરૂરી નથી. ઘરમાં છોકરું અને માં-બાપ હોય, માં-બાપ એક-બે વખત ટોકે, ત્રીજી વખત સમાજમાં નામ બગાડે, પછી તેને માં-બાપે ટોકવું પણ પડે, ખખડાવવું પણ પડે અને થપ્પડ પણ મારવી પડે. તે રીતની કાર્યવાહી કરવી પડે.

Advertisement

Trending

Exit mobile version