Vadodara

દિવાળી પહેલા આરોગ્યશાખાની ઉંઘ ઉડી: હાથિખાના માર્કેટમાંથી મરચાનો શંકાસ્પદ જથ્થો જપ્ત, લેબ ટેસ્ટ કરાશે

Published

on

  • આજે આરોગ્ય શાખાના ઉચ્ચ અધિકારી દ્વારા ચુનિંદા કર્મીઓને ચાર જેટલી દુકાનો પર તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે. વડોદરા માં તહેવાર ટાણે આરોગ્ય વિભાગની શાખાના ચુનિંદા કર્મચારીઓ દ્વારા હોલસેલ માર્કેટ હાથિખાનાની ચાર દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એક દુકાનમાંથી આંદાજીત 700 કિલો જેટલો મરચાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા મરચાના સેમ્પલ લઇને તેને વધુ તપાસ અર્થે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં સામાન્ય રીતે તહેવાર ટાણે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવતું હોય છે. વિવિધ ખાણી-પીણીની દુકાનો પર ખાસ કરીને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે દિવાળી પહેલા આજે આરોગ્ય શાખાના ઉચ્ચ અધિકારી દ્વારા ચુનિંદા કર્મીઓને ચાર જેટલી દુકાનો પર તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન મસાલાના હોલસેલના વેપારીને ત્યાંથી 700 કિલો જેટલો મરચાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. જેને પગલે હાથિખાના માર્કેટ ફરી વિવાદમાં આવ્યું છે.

અગાઉ પણ અનેક વખત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો અહિંયાથી મળી આવ્યો હતો. છતાં આ સિલસિલો હજી સુધી અટક્યો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, માત્ર ચાર દુકાનોમાં જ ચેકીંગ કરવાનું હતું. જય અંબે, મધુવન, ઉર્વી અને ક્રિષ્ણા નામની ટ્રેડર્સની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

પાલિકાના ફૂડ સેફ્ટી ઓફીસર મંગુભાઇ રાઠવાએ મીડિયાને જણાવ્યું કે, મધુવન નામની શોપમાં કામગીરી કરવાની હતી. ડેઝીગ્નેટેડ અધિકારીના આદેશ અનુસાર કલર વાળા મુખવાસના સેમ્પલ લેવાના હતા. જેમાં એક મુખવાસ મળી આવ્યો છે. કલરવાળો મુખવાસતો નથી મળ્યો પરંતુ મરચાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. જેનો જથ્થો આશરે 700 કિલો જેટલો થવા પામે છે, જેની કિંમત રૂ. 1.83 લાખ આંકવામાં આવી રહી છે. મરચા પાવડરનો નમુનો લેવામાં આવ્યો છે. અન્ય મહિલા કર્મીને પણ મસાલાનો શંકાસ્પદ જથ્થો મળી આવતા વધુ તપાસ ધરી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version