વડોદરા શહેર જિલ્લામાં ઠંડીની શરૂઆતની સાથે જ તસ્કરો આતંક મચાવી રહ્યા છે અને હવે ભગવાન પણ સુરક્ષીત રહ્યા નથી તસ્કરોએ સેવાસી ખાતે આવેલ અંબે માતાના મંદિરને નિશાન બનાવી મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરમાં મુકેલ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરીની વારદાત ને અંજામ આપી ફરાર થઇ જતા સમગ્ર મામલે તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે
વડોદરાના સેવાસી ગામ ખાતે વણકર વાસમાં અંબે માતાનું મંદિર આવેલ છે. જે મંદિરની પૂજારી તરીકે ગામના વણકર વાસમાં રહેતા મહેન્દ્રભાઈ ચાવડા પૂજારી તરીકે દેખરેખ રાખે છે. ગત તા. 08 જાન્યુઆરીના રોજ અજાણ્યા તસ્કરોએ અંબા માતાના મંદિરને નિશાન બનાવી મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરની અંદર મુકેલ દાનપેટીમાંથી 17 હજાર રૂપિયા ઉપરાતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે
તાલુકા પોલીસ મથકમાં 62 વર્ષીય મહેન્દ્રભાઈ લલુભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સેવાસી ગામના વણકર વાસમાં આવેલ અંબા માતાનું મંદિર આવેલ છે, જે મંદિરનુ દેખરેખનુ કામ પૂજારી તરીકે હું સંભાળું છું ગત તા. 08 જાન્યુઆરીના રોજ મંદિરમા રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર મુકેલ
દાનપેટીમાં રહેલા આશરે 17 હજા૨ જેટલા રૂપિયાની ચોરી થયેલી હતી.
તાલુકા પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદ ના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તસ્કરની શોધખોળ હાથ ધરી છે.