Vadodara

વોર્ડ નં – 13 માં દુષિત પાણીની મોકાણ, રજુઆત છતાં ઉકેલ નહીં

Published

on

  • એક પરિવારમાં 6 મહિનાની દિકરીને આખા શરીરે એલર્જી થઇ ગઇ છે. અમે ફરિયાદ કરીએ છીએ, છતાં કોઇ આવવા તૈયાર નથી – સ્થાનિક

વડોદરા ના વહીવટી વોર્ડ નં – 13 માં પીવાનું ગંદુ પાણી આવતા આજે લોકો રોષે ભરાયા છે. સ્થાનિકોના પ્રશ્નનને ઉજાગર કરવા માટે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે લોકોના પ્રશ્નનને મજબુતાઇ પુર્વક ઉઠાવવા માટે પહોંચ્યા છે. સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન અને નાના બાળકો પાણીના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. આ તકે કોર્પોરેટરે ચીમકી ઉચ્ચારી છે કે, અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને કમિશનરની કચેરીએ ધરણાં કરીશું.

Advertisement

વિજય નગરના રહીશો સર્વેએ મીડિયાને જણાવ્યું કે, પાલિકા દ્વારા આવું દુર્ગંધ મારતું પાણી એક મહિનાથી આપવામાં આવી રહ્યું છે. બે-ત્રણ દિવસથી પાણી વધારે ખરાબ આવી રહ્યું છે. ઘરોમાં સિનિયર સિટીઝન અને બાળકો રહે છે. અમે ફરિયાદો કરી છે. દર થોડાક દિવસે ટાંકી સાફ કરાવવી પડે છે. આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવું જોઇએ, તેની જરૂરિયાત છે. વેરો વધાર્યો છે. અમારે ટેક્સના પૈસા આપવાના, પાણીના પૈસા આપવાના, ટાંકી સાફ કરાવવાના પૈસા આપવાના, અને બિમાર પડીએ તો દવાખાનામાં પૈસા આપવાના. અમે સામાન્ય પરિવારો છીએ. અમે કેવી રીતે બધુ મેનેજ કરીએ, પાલિકાએ વિચારવું જોઇએ. એક પરિવારમાં 6 મહિનાની દિકરીને આખા શરીરે એલર્જી થઇ ગઇ છે. અમે ફરિયાદ કરીએ છીએ, છતાં કોઇ આવવા તૈયાર નથી. અમે ટેક્સ સમયસર ભરીએ છીએ. તેમણે આવું ના કરવું જોઇએ.

Advertisement

કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયાને જણાવ્યું કે, વોર્ડ નં – 13 માં વિજય નગર 1 અને 2 તથા આસપાસની સોસાયટીમાં કાળુ અને ગંદુ પાણી આવે છે. અમે અનેક કક્ષાએ રજુઆત કરી, પણ મહિનાથી કોઇ પણ પ્રકારની કામગીરી કરી નથી. ગટરના કામ માટે ફોન કરીએ તો માણસો નથી તેમ જણાવે છે. પાણી માટે ફોન કરીએ તો બહાનાબાજી કરે છે. લોકો ઘરે ઘરે બિમાર પડી રહ્યા છે. મહિના મહિના સુધી પાણીનો પ્રશ્ન ઉકેલાતો નથી. અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને કમિશનરની કચેરીએ ધરણાં કરીશું. આ પ્રશ્નનનો ત્વરિત ઉકેલ આવવો જોઇએ.

Advertisement

Trending

Exit mobile version