Vadodara

બહારથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગંભીર બેદરકારી ખુલી

Published

on

  • આશરે 300 જેટલા લોકોએ ત્યાંથી છોલે કુલ્ચા જમ્યા પણ છે, અને પાર્સલ પણ લઇ ગયા છે. તે લોકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે..!
  • વડોદરામાં છોલે કુલ્ચે ખાતા શોખીનો માટો આધાતજનક સમાચાર
  • છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, પીડિતે બાપોદ પોલીસમાં જાણ કરી
  • પાલિકાની ખોરાક શાખાની કામગીરી સામે પીડિતે અવાજ ઉઠાવ્યા

વડોદરા શહેરના મહાવીર હોલ પાસે દિલ્હીના ફેમસ છોલે કુલ્ચે નામની દુકાન આવેલી છે. તાજેતરમાં ગ્રાહકે અહિંયાથી છોલે કુલ્ચે પાર્સલ કરાવીને પોતાના ઘરે લઇ ગયા હતા. ત્યાં જઇને ખાવાનું શરૂ કરતા તેમાંથી મરેલો ઉંદર  મળી આવ્યો છે. જેને પગલે ગ્રાહકનો પરિવાર ચોંક્યો હતો. આ ઘટના બાદ ગ્રાહક મોટા વાડકામાં ભરેલા છોલે લઇને સીધા જ બાપોદ પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. આ બાદ ગ્રાહક પાલિકામાં પણ છોલે કુલ્ચેના ફૂડ જોઇન્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરનાર હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું હતું.

Advertisement

વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મહાવીર હોલ પાસે દિલ્હીના ફેમસ છોલે કુલ્ચે નામની શોપમાંથી ગ્રાહકે પાર્સલ લીધું હતું. આ પાર્સલને ઘરે જઇને ખોલીને તેમાંથી જમવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા બે કોળિયા બાદ છોલેમાંથી મરેલો ઉંદર મળી આવતા પરિજનો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પાલિકામાં રજા હોવાથી આજે જાણ થઇ શકી નથી. ટુંક સમયમાં પીડિત પાલિકામાં પણ આ અંગેની ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

બાપોદ પોલીસ મથકના પહોંચેલા પીડિત ગ્રાહકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજરોજ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલી દિલ્હી છોલે કુલ્ચાની દુકાનમાંથી છોલે-કુલ્ચાનું પાર્સલ લેવા માટે હું ગયો હતો. પાર્સલ ઘરે જઇને ખોલ્યું, તેમાંથી બે-ત્રણ કોળિયા ખાધા, પછી છોલેમાંથી એક મરેલો ઉંદર મળી આવ્યો છે. આજે બાપોદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. પાલિકાના ખોરાક વિભાગમાં આજે રજા હોવાના કારણે ત્યાં કાર્યવાહી કરવાની બાકી છે. પાલિકાનું લાયસન્સ તેમની પાસે છે. ખોરાક વિભાગની નૈતિક જવાબદારી બને છે કે, તેનું રેગ્યુલર ચેકીંગ થવું જોઇએ, ક્વોલીટી ટેસ્ટીંગ થવા જોઇએ. સવારથી લઇને સાંજ સુધીમાં આશરે 300 જેટલા લોકોએ તેના ત્યાંથી છોલે કુલ્ચા જમ્યા પણ છે, અને પાર્સલ પણ લઇ ગયા છે. તે લોકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે..!. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version