Dabhoi

કરનાળી રેવા આશ્રમ ખાતે લઘુરુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન થયું

Published

on

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લઘુરુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક (ગુરુજી) ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી મુરલી સંગમ ના સાનિધ્યમાં સ્થિત મા રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠક ના હસ્તે યોજવામાં આવ્યો હતો ગત વર્ષે માં રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકેની આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું.


અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપી ના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખીયા હનુમાનદાદાનું મંદિર આવેલું છે. આ મંદિર માં સ્થાપિત હનુમાનદાદા ની મૂર્તિ ભુરખીયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરલી સંગમ પાસે નવ નિર્મિત માં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે.


અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભુરખીયા હનુમાન દાદા નું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભુરખીયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભુરખીયા હનુમાન દાદા નું મંદિર કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે.

Advertisement


આ મંદિરની સ્થાપના પૂર્વે માં રેવા આશ્રમ ખાતે છેલ્લા છ મહિનાથી રોજ સાંજે પાંચ કલાકે હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ ૧૧ થી ૧૫ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસ નિમિત્તે સોમવારે લઘુરુદ્ર યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર ના રોજ કરનાળી મોરલી સંગમ સ્થિત માં રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક ( સુંદરકાંડ) દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિર નું નામ “સત્ય વિજય મારૂતિ ” (ભુરખિયા હનુમાનજી )નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું.

Advertisement

Trending

Exit mobile version