- યુવકે રૂપિયા 11-11 હજારના બે બંડલ કલ્પનાબેનને બતાવ્યા હતા, અને સોનાની બંગડીઓ તે બંડલ સાથે ‘ટચ’ કરાવવા જણાવ્યું હતું
- વડોદરા ગ્રામ્યમાં દાનના બહાને ગઠિયાઓ વૃદ્ધાને ભોળવી ગયા
- વૃદ્ધાને વિશ્વાસમાં લઇને લાખોની કિંમતી બંગડીઓ સેરવી
- ઘટના બાદ વૃદ્ધા આઘાતમાં આવી ગયા, 15 દિવસે પુત્રનો જાણ કરી
વડોદરા ગ્રામ્ય માં આવતા ડભોઇ ના જૈન વગા વિસ્તારમાં આવેલા ઉપાશ્રય નજીક પંદર દિવસ અગાઉ 70 વર્ષની વૃધ્ધાને ભેટી ગયેલા બે ગઠીયાએ ગુરૂજીને અમારે મોટા વડીલોના હાથે દાન કરાવવાનું છે, કહીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ તેઓ વૃદ્ધા (Old age Female Fraud) ને દાનપેટી પાસે લઇ જઇ નાણાંના બંડલો બતાવીને તેમણે પહેરેલી પોણા ચાર લાખની પાંચ તોલાની ચાર બંગડી તફડાવી લીધી હતી. આખરે પંદર દિવસ અગાઉ બનેલા ચકચારી બનાવ અંગે આખરે ડભોઇ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ડભોઇના જૈન વગામાં રહેતા 70 વર્ષીય કલ્પનાબેન જયંતિભાઇ શાહ ગત 20મી જુલાઇએ સાંજે પોણા પાંચ વાગે જૈન ઉપાશ્રય તરફ જઈ રહ્યાં હતા, ત્યારે બાઈક પર બે અજાણ્યા યુવાનો તેમની નજીક આવ્યા હતા. તેઓએ ‘જય જિનેન્દ્ર’ કહી કલ્પનાબેન સાથે વાત શરૂ કરી અને ગુરુજીને દાન આપવાનું છે, મોટા વડીલના હાથે દાન કરાવવા માગીએ છીએ, તેમ કહીને તેમને પ્રથમ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ વૃદ્ધાને ઉપાશ્રયની દાનપેટી નજીક લઇ ગયા હતા.
આ દરમિયાન એક યુવકે રૂપિયા 11-11 હજારના બે બંડલ કલ્પનાબેનને બતાવ્યા હતા અને સોનાની બંગડીઓ તે બંડલ સાથે ‘ટચ’ કરાવવા જણાવ્યું હતું. જેથી ઠગો ઉપર વિશ્વાસ કરી બેઠેલા વૃદ્ધાએ પોતાની બંગડીઓ ઉતારી ઠગ યુવાનોને આપી દીધી હતી. ત્યાર બાદ વૃદ્ધા કંઇ પણ સમજે તે પહેલા ઠગ યુવાનો બંડલ સાથે બંગડીઓ લઈ બાઈક પર ફરાર થઈ ગયા ((Old age Female Fraud)) હતા. આ બનાવથી કલ્પનાબેન માનસિક તણાવમાં આવી ગયા હતા, અને બાદમાં સમગ્ર બનાવની જાણ તેમના દીકરા સ્વાતિનભાઈને કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બે યુવાનો સામે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.