Vadodara

હોટલમાં રૂમ ભાડે રાખીને જુગાર રમી રહેલા 6 ખાનદાની નબીરાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

Published

on

વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલી ખાનગી હોટલમાં રૂમ ભાડે રાખીને પાના પત્તાનો જુગાર રમતા 6 ખાનદાની નબીરાઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

Advertisement

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના જેતલપુર બ્રિજ ની બાજુમાં આવેલી વિન્ટેજ હોટલના રૂમ નંબર 307 માં કેટલાક ઈસમો પાનાપત્તા નો જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે રૂમ નંબર 307 માં દરડો પાડતા છ જેટલા ખાનદાની નબીરાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેઓની અંગજડતીમાં તેઓ પાસેથી 7 મોબાઈલ ફોન તેમજ 48,350 રોકડ રકમ મળી આવી હતી જ્યારે બે ટુ વ્હીલર મોપેડ તેમજ એક ક્રેટા ફોરવીલર મળીને કુલ 7,55,350 નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.

Advertisement

સ્થળ પરથી રશ્મીન રામપ્રકાશ ધવન રહે.વાસણા ભાયલી રોડ,નીતિન રતિલાલ કોન્ટ્રાક્ટર રહે. વાસણા ભયલી રોડ, જગદીશ ઓમ પ્રકાશ અગ્રવાલ રહે.ગોરવા, જનક ભુલાભાઈ પટેલ રહે. વાસણા, વિશાલ પ્રવીણભાઈ પટેલ રહે. માંજલપુર તેમજ રાહુલ મોહનલાલ ખંડેલવાલ રહે. હરણી રોડની જુગારધારા હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version