Vadodara

રોડ પર ઉભેલી સ્લીપરકોચ લક્ઝરી બસમાંથી દારૂ મળી આવતા ચકચાર

Published

on

  • બાતમીના આધારે પોલીસ જવાનોએ ખાનગી વાહનોમાં બેસીને સ્થળ પર રેડ કરી હતી. જેમાં દારૂ ભરેલા પાર્લસ મળી આવ્યા હતા
  • કુંભારવાડા પોલીસે બાતમીના આધારે સ્થળ પર રેડ કરી
  • રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે
  • દારૂની રેડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે


વડોદરા માં રોડ પર ઉભેલી સ્લીપર કોચ સાથેની લક્ઝરી બસમાંથી દારૂ ભરેલા પાર્સલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કુંભારવાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ત્રણની અટકાયત કરવાની સાથે પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. કાર્યવાહીમાં ધરપકડ કરાયેલા ત્રણ વિરૂદ્ધ કુંભારવાડા પોલીસ મથકમાં પ્રોહિબિશનની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.





વડોદરામાં આવેલી કુંભારવાડા પોલીસ મથક દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અસરકારક પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, હાથીખાના ગેટ ત્રણ પાસેના રસ્તાથી પાણીની ટાંકી તરફ જતા રોડ પર, તુલસીવાડી ચોકી પાસે સાઇડમાં એક કાળા કલરની, કેસરી-ગ્રે પટ્ટાવાળી સ્લીપર કોચ લક્ઝરી બસ ઉભેલી છે. જેના પર પાવન નામ લખ્યું છે. તેમાં ઇંગ્લીશ દારૂ રાખવામાં આવ્યો છે.



બાતમીના આધારે પોલીસ જવાનોએ ખાનગી વાહનોમાં બેસીને સ્થળ પર રેડ કરી હતી. જેમાં દારૂ ભરેલા પાર્લસ મળી આવ્યા હતા. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે પ્રોહિબિશનનો કુલ મળીને રૂ. 1.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ઇશ્વરસિંહ મોહનસિંહ રાવત, નારાયણસિંગ દેવીસિંગ રાવત અને શંકરસિંહ લાદુસિંગ રાવત (ત્રણેય રહે. રાજસ્થાન) ની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશનની રેડ દરમિયાન વિદેશી દારૂ, લક્ઝરી બસ, મોબાઇલ ફોન અને રોકડા મળીને રૂ. 20.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

Trending

Exit mobile version