- ફેક ઇન્સ્ટાગ્રામમાં ચુંટણી પહેલા જ ડો.હેમાંગ જોષીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવી દેવાયા
ગુજરાતના વધુ એક ભાજપના નેતાનું ફેક એકાઉન્ટ બન્યુ. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું ધ્યાને આવતા હેમાંગ જોશીએ સતર્કતા દાખવી. સોશિયલ મીડિયા પર લોકોને આ અંગે માહિતી આપી સતર્ક રહેવા અપીલ કરી.
લોકસભા 2024ની ચૂંટણી માટે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. હેમાંગ જોશી દિવસ રાત ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે ત્યાં તો બીજી તરફ ડો. હેમાંગ જોશીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું. ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું ધ્યાને આવતા આજે બપોરે ડો. હેમાંગ જોશીએ ફેસબુક પર પોસ્ટ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
આ પોસ્ટમાં ડો. હેમાંગ જોશીએ લખ્યું કે, ” હું વડોદરા લોકસભાનો ઉમેદવાર ડો. હેમાંગ જોષી મારા નામ થી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કોઈ પણ મેસેજ આવે તો રિસ્પોન્સ આપવો નહીં. તેમજ એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરાવો.”
અવાર નવાર રાજ્યમાંથી કોઈ ને કોઈ નેતાનું ફેક એકાઉન્ટ બન્યું હોવાના કિસ્સા સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર નેતાઓના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ત્યારે આવામાં વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનું ફેક એકાઉન્ટ બનતા હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા થકી લોકોને આ અંગે માહિતગાર કર્યા.