Vadodara

નવાયાર્ડ વિસ્તારમાં PCR વાન પર હુમલો, કાંચ તોડનાર હુમલાખોર ઝડપાયો

Published

on

  • વડોદરામાં રાત્રીના સમયે પોલીસ વાન પર હુમલાની ઘટના સામે આવી
  • નવાયાર્ડ વિસ્તારમાં પીસીઆર વાનના પાછળના બંને કાચ તુટ્યા
  • પોલીસે વધુ બળ મંગાવીને આરોપીને દબોચી લીધો
  • વિસ્તારમાં માથાભારે તત્વો પર લગામ કસવાની માંગ ઉઠી

વડોદરા શહેર ના નવાયાર્ડ  માં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે. ગતરાત્રે નવાયાર્ડના અલ્ઝામાકાર ચોક પાસે પોલીસ વાન પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે પોલીસની પીસીઆર વાનના પાછળના બંને કાચ તોડી નાંખ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મહિલા પોલીસના કર્મી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને અંજામ આપનાર વસીમ નામના યુવકની ફતેગંજ પોલીસે ધરપકડ કરી છે. તે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોગરામાં રાત્રીના સમયે માથાભારે તત્વોના ત્રાસની ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રાત્રીના સમયે માથાભારે તત્વ દ્વારા પીસીઆર વાન પર હુમલો કરી દીધો હતો. સાથે જ પોલીસ કર્મી જોડે દુર્વ્યવહાર કર્યો હતો. જે ઘટના બાદ પોલીસે વધુ બળ મંગાવીને આરોપીને દબોચી લીધો છે. અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પીસીઆર વાનના પાછળના બંને તરફના કાચ તોડી નાંખવામાં આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ રાત્રીના સમયે મોડે સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરવા માટેની માંગ જાગૃત નાગરિક અને સામાજીક કાર્યકર દ્વારા ઉઠાવવામાં આવી છે.

સમગ્ર મામલે સામાજીક કાર્યકર નાઝીમ શેખએ જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે 12 વાગ્યે નવાયાર્ડ વિસ્તારમાં ખુબ દુખદ ઘટના બની છે. આવું થવું ના જોઇએ. પરંતુ ગત રાતની ઘટનામાં પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો છે. તેમાં બેઠેલા મહિલા કર્મચારી જોડે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવું મેં જાણતા તુરંત દોડી ગયો હતો. નવાયાર્ડમાં રહેતા ગુંડા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ, તેમની સાચી જગ્યા જેલ છે. આ પ્રકારના 10 – 20 ટકા લોકો નવાયાર્ડ વિસ્તારમાં છે. જે નશાખોર છે, મોડી રાત સુધી જાગતા રહે છે. રાત બાદ પણ ખાણી-પીણીની લારીઓ બંધ થવી જોઇએ. આ ઘટનાની હું નિંદા કરું છું.

Trending

Exit mobile version