વડોદરા રેલવે સ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ. ચાલુ ટ્રેને ચઢવા જતા એક વૃદ્ધા ટ્રેનની નીચે આવી ગયા. સયાજી નગરી ટ્રેન નીચે આવી જતા વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. વડોદરાના પ્લેટફોર્મ નંબર 1 પર આ ઘટના બની હતી. વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી સયાજી નગરી ટ્રેન નીચે આવી જતા એક વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. વૃદ્ધા તેમના સ્વજનો સાથે ચાલુ ટ્રેનમાં ચઢવા ગયા પરંતુ ટ્રેનની ઝડપ વધતા વૃદ્ધા ટ્રેનમાં ન ચઢી શક્યા. પરંતુ ચાલુ ટ્રેને ચઢવા જતા વૃદ્ધાનો પગ લપસ્યો અને તેઓ ટ્રેન નીચે આવી જતા મોતને ભેટ્યા છે.
રેલવે વિભાગ દ્વારા ટ્રેન નીચે થી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતકના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી મોકલી અપાયો. તેમજ વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મૃતક વૃદ્ધા વડોદરાની રહીશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.