વડોદરાના ડભોઇ તાલુકામાં રહેતો 24 વર્ષીય યુવક બે બાળકો અને પત્ની ને મોટરસાયક્લ પર બેસાડી સાળીના ઘરે થી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલ ટ્રકે અડફેટે લેતા મોટરસાયક્લ ચાલક યુવક પર ટ્રકના પૈડાં ફરી વળ્યાં હતા જયારે તેના પત્નીને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા પતિ-પત્નીનું ઘટના સ્થળે બન્ને માસુમ બાળકોની નજર સમક્ષ મોત નીપજ્યું હતું જયારે બાળકોનો આબાદ બચાવ થયો હતો ડભોઇ પોલીસે અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે મૂકી નાશી ગયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ ખાતે વસાવા ફળિયામાં રહેતા 24 વર્ષીય વિક્રમભાઇ દલસુખભાઈ રાઠોડીયા રતનપુર ખાતે પરેગોન કંપનીમાં નોકરી કરતા હતા ગતરોજ વિક્રમભાઈ પત્નિ આરતીબેન, 3 વર્ષીય દીકરી અને 11 માસના પુત્ર સાથે મોટરસાયક્લ પર સવાર થઇ કેલનપુર ખાતે સાસરી માં સાળીને મળવા માટે ગયા હતા સાસરીમાં રાત્રીના જમીને પત્ની અને બાળકો સાથે મોટરસાયક્લ પર સવાર થઇ પરત ભીલાપુર ગામ ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન માતેલા સાંઢની માફક પુરઝડપે ભીલાપુર ગામથી વણાદરા ગામ તરફ જતી ટ્રકના ચાલકે દંપતીને પરિવારને ટક્કર મારતા ગોઝારો અક્સ્માત સર્જાયો હતો
મોટરસાયક્લ પર સવાર પરિવાર ટ્રકની ટક્કરે હવામા ફંગોળાઈ રોડ પર પટકાયું હતું જેમાં વિક્રમ ભાઈ પર ટ્રક નું પાછળનુ પૈડું ચડી ગયું હતું જયારે પત્ની આરતીબેનને ગળાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા બાળકોની નજર સમક્ષ માતા પિતા વિક્રમભાઈ અને આરતીબેનનું મોત નીપજ્યું હતું જયારે 3 વર્ષીય પુત્રી જયા અને 11 માસના પુત્ર સાહિલનો આબાદ બચાવ થયો હતો ગોઝારા અકસ્માતને પગલે ઘટના સ્થળે દોડી આવેલ ડભોઇ પોલીસે અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે