Vadodara

વાઘોડિયાના આધેડનું છાતીમાં અસહ્ય દુખાવા સાથે હૃદય રોગના હુમલોથી સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું

Published

on

રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદય રોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે. અને હાલ પડી રહેલ કાળઝાળ ગરમી થી પણ હવે હૃદય રોગના હુમલાના કેસોમાં થઇ રહેલ વધારો ઘણો ચિંતાજનક વિષય છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા માં રહેતા આધેડ વયના પુરુષ નું મોત નીપજ્યું છે વધુ પડતી ગરમી ના કારણે આધેડ વયના પરુષનું હાર્ડ એટક થી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે

Advertisement

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામે રહેતા
શનાલાલ વસાવા નિવૃત જીવન ગુજારતા હતા હાલ પડી રહેલ કાળઝાળ ગરમીના કારણે છેલ્લા બે દિવસથી તેમની તબિયત
લથડી હતી ત્યારે ગતરોજ શનાલાલ ઘરે હતા દરમિયાન વધુગરમીના કારણે તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડતા પરિવારજનો શનાલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જયા તબીબોએ શનાલાલને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો પ્રાથમિક અનુમાન મુજબ શનાલાલનું મોત હૃદય રોગના હુમલાના કારણે નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું

Advertisement

Trending

Exit mobile version