Vadodara

31 ડિસે. પહેલા “પુષ્પા” સ્ટાઇલમાં ટેન્કરની અંદર દારૂ સંતાડીને લવાયો: પોલીસે ચાલાકી નાકામ નિષ્ફળ કરી

Published

on

તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પુષ્પા ફિલ્મ સ્ટાઇલ ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો કિમીયો નાકામ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 64.51 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 31, ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ બુટલેગરોના અરમાનો પર પાણી ફરી વળવાની વધુ ઘટનાઓ સામે આવી રહી છે.

Advertisement

વર્ષના આખરી દિવસ 31 ડિસેમ્બરના રોજ વિદેશની જેમ આપણે ત્યાં પણ પાર્ટીનું ચલણ વધ્યું છે. આ પાર્ટીઓમાં દારૂ પહોંચાડવા માટે બુટલેગરો અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે. ત્યારે તાજેતરમાં ચંદન ચોરી પર પુષ્પા નામની ફિલ્મ ભારે ધૂમ મચાવી રહી છે. જે સ્ટાઇલથી ફિલ્મમાં હીરો ચંદનના ચોરીના લાકડાની હેરાફેરી કરે છે. તેવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં બુટલેગર દ્વારા ટેન્કરમાં છુપાડીને દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. જો કે, પ્રોહીબીશનની અમલવારી માટે સતત પ્રયત્નશીલ વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા જ તાત્કાલિક ભરૂચથી વડોદરા નેશનલ હાઇવેની હદમાં આવતા ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમીથી મળતું આવતું ટેન્કર દેખાતા તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદમાં તેમાં તપાસ કરતા 821 નંબ વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. તેની કિંમત રૂ. 68.51 લાખ જેટલી થવા પામે છે. આ કાર્યવાહીમાં શંકરલાલ ચુનીલાલ શાલવી (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, અને ક્યાં લઇ જવામાં આવનાર છે, તથા કોના દ્વારા મદદ મળતી હતી, જેવા પ્રશ્નોના જવાબો જાણવા માટે પોલીસે કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version