અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે રક્તરંજિત બન્યો. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં દસ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રેલરની પાછળ કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાથી અમદાવાદ જઈ રહેલ અર્ટિકા કારને અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત નડ્યો. નડિયાદ નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં દસ લોકોના મોતના અહેવાલો છે. અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે મરણચીસો થી ગુંજી ઉઠ્યો. અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં ગાડીનું પડીકું વળી ગયું હતું.
Advertisement
જોકે, અકસ્માતની જાણ થતા જ બે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી છે. તો બીજી તરફ અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.