નર્મદા જીલ્લામાં આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવા સામે વનવિભાગના અધિકારીને માર મારવાનો અને ધાકધમકીનો આરોપ હતો જે આરોપ બાદ લાંબા જેલવાસ ભોગવ્યા પછી કોર્ટે તેઓને શરતી જામીન આપી હતી.
જામીનની શરતોમાં તેઓ નર્મદા જીલ્લામાં પ્રવેશ નહિ કરી શકે તે મુખ્ય શરત હતી.જોકે હાલ તેઓ લોકસભાના ઉમેદવાર હોય હાઈકોર્ટમાં તેઓએ નર્મદા જીલ્લામાં પ્રવેશ માટે માંગણી કરતા નામદાર હાઈકોર્ટે તેઓને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે.
ભાજપ વિરુદ્ધ ઇન્ડિયા એલાયન્સ દ્વારા ભરૂચ લોકસભાની બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે અનામત કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પ્રપ દેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચુંટણી લડવા જઈ રહ્યા છે.
આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરનાર છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા જ તેઓને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.
નમર્દા જીલ્લામાં તેઓ પર પ્રવેશ અંગે લાગેલા પ્રતિબંધને હાઈકોર્ટે રદ્દ કરીને તેઓને ચુંટણી પ્રચાર માટે છૂટછાટ આપી છે. આ પરવાનગી મળતા જ નર્મદા જીલ્લામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે.
ચૈતર વસાવા અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં જ પોતાનો ચુંટણી પ્રચાર કરી શકતા હતા. વનવિભાગના અધિકારી પર હુમલાના કિસ્સામાં નર્મદા જીલ્લામાં તેઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જોકે ચુંટણીના પ્રચાર માટે તેઓને હાઈકોર્ટે રાહત આપી છે.
આવતીકાલે તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સમૂહ સાથે ભરૂચ લોકસભા બેઠકના ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જનાર છે. જે માટે આજે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ સ્થળે થી 6 જેટલા બેન્ડ પણ બોલાવવામાં આવ્યા છે. જે બેન્ડ ચૈતર વસવાની રેલીમાં જોડાશે.