આ વર્ષે જાન્યુઆરી-જૂનમાં મોંઘવારી ભથ્થું 2 ટકા વધારવામાં આવ્યું હતું. જે છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો હતો.
- કર્મચારીઓને દિવાળી ભેટ આપતાં મોંઘવારી ભથ્થું વધારવા મંજૂરી.
- કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો.
- કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58 ટકા થશે.
આજે ખુશખબર કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો 1 જુલાઈથી અસરકારક બનશે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપતાં મોંઘવારી ભથ્થું વધારવા મંજૂરી આપવામાં આવી છે.
એમ કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક હોળી પહેલાં જાન્યુઆરી-જૂન દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ-ડિસેમ્બર દરમિયાન DA માં વધારાની જાહેરાત થાય છે.
જ્યારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3 ટકાનો વધારો થવાની શક્યતા છે. આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58 ટકા થશે. આ વર્ષે જાન્યુઆરી- જૂનમાં મોંઘવારી ભથ્થું 2 ટકા વધારવામાં આવ્યું હતું. જે છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો હતો.