International

ફ્રાંસમાં પ્લેન ક્રેશ : સ્કાઈડાઈવિંગનો પહેલો અનુભવ અંતિમ સાબિત થયો, નર્સિંગના વિદ્યાર્થીઓ અને ઈન્સ્ટ્રક્ટર્સ સહિત 11 ના મોત

Published

on

  • ભીષણ હોનારત: ફ્રાંસના ટોમ્બ્લેનમાં વિમાન તૂટી પડતા 11 લોકોના મોત.
  • પીડિતોની ઓળખ: નર્સિંગના 5 વિદ્યાર્થીઓ અને 5 પ્રશિક્ષકોનો સમાવેશ.
  • ટેકનિકલ તપાસ: નાન્સીના ડેપ્યુટી પ્રોસિક્યુટર દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ.
  • સુરક્ષા અભિયાન: ઘટનાસ્થળ પર બચાવ કામગીરી યુદ્ધના ધોરણે, લોકોને દૂર રહેવા તંત્રની અપીલ.

પેરિસ: ફ્રાંસના પૂર્વી ભાગમાં આવેલા ટોમ્બ્લેન વિસ્તારમાં રવિવારે સવારે એક અત્યંત ગમખ્વાર વિમાન અકસ્માત સર્જાયો છે.નાન્સી-એસે એરોડ્રોમ નજીક એક નાનું વિમાન તૂટી પડતા તેમાં સવાર તમામ 11 લોકોના કરુણ મોત  નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

શું હતી ઘટનાની વિગત?

સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. વિમાનમાં 1 પાયલોટ અને 10 મુસાફરો સવાર હતા. આ મુસાફરોમાં સ્કાઈડાઈવિંગ સ્કૂલના 5 વિદ્યાર્થીઓ અને 5 પ્રશિક્ષકો હતા. દુઃખદ વાત એ છે કે આ વિદ્યાર્થીઓ વ્યવસાયે નર્સ હતા અને જીવનમાં પહેલીવાર સ્કાઈડાઈવિંગનો રોમાંચક અનુભવ મેળવવા જઈ રહ્યા હતા, પરંતુ તે તેમની અંતિમ મુસાફરી બની રહી.

કેવી રીતે બન્યો અકસ્માત?

પ્રાથમિક અહેવાલો મુજબ, આ જર્મનીમાં રજિસ્ટર્ડ થયેલું ‘Pilatus PC-6 Turbo Porter’ મોડલનું વિમાન હતું. ઉડાન ભર્યાના થોડી જ વારમાં વિમાન કોઈ ટેકનિકલ ખામીને કારણે કે અન્ય કોઈ કારણોસર અચાનક સીધું જ (Vertical) જમીન પર ખાબક્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ફ્રાંસના ગૃહમંત્રી લૌરેન્ટ નુનેઝ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

👉તંત્રની કાર્યવાહી:

સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને લોકોને સાલ્વાડોર એલેન્ડે સ્ટ્રીટ વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. નાન્સી શહેરના ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા વિમાન ક્રેશ થવાના ચોક્કસ ટેકનિકલ કારણો શોધવા માટે સત્તાવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ સમગ્ર ફ્રાંસમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Trending

Exit mobile version