International

જાપાન :  ભયંકર વાયરલ ફેલાયો, 4,000 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ, જાણો વિસ્તારમાં

Published

on

“જાપાનની હોસ્પિટલોએ ફ્લૂથી પીડિત કુલ 4,030 દર્દીઓની જાણ કરી છે.” ઓકિનાવા પ્રીફેક્ચરમાં પ્રતિ હોસ્પિટલ દર્દીઓની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે

  • જો કે ઓકિનાવા, ટોક્યો અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત..
  • 100 થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી,આરોગ્ય વિભાગે સાવચેત રહવા કહ્યું.
  • જાપાન ટુડેએ આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે 20 વર્ષમાં આ બીજી વખત છે.

હાલમાં જાણવા મળ્યા અનુસાર જાપાનમાં ફ્લૂનો પ્રકોપ સમય પહેલા શરૂ થયો છે. 4,030 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. ઓકિનાવા, ટોક્યો અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત છે. 100 થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે,ત્યારે આરોગ્ય વિભાગે સાવચેત રહવા કહ્યું છે.

હાલ જાપાનની મોટી વસ્તી ફ્લૂથી પ્રભાવિત છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, દેશભરમાં 4,030 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગયા વર્ષ કરતાં લગભગ એક મહિના વહેલા દેશમાં ફ્લૂ આવી ગયો છે. જાપાન ટુડેએ આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે 20 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે હવામાનમાં અકાળ ફેરફારથી લોકોને અસર થઈ છે.

જણાવ્યા મુજબ, “દેશભરની હોસ્પિટલોએ ફ્લૂથી પીડિત કુલ 4,030 દર્દીઓની જાણ કરી છે.” ઓકિનાવા પ્રીફેક્ચરમાં પ્રતિ હોસ્પિટલ દર્દીઓની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે, ત્યારબાદ ટોક્યો અને કાગોશિમાનો ક્રમ આવે છે. દેશના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે કેસોની સંખ્યા રોગચાળાની સીમાને વટાવી ગઈ છે. આજે, પ્રતિ સંસ્થા સરેરાશ 1.04 દર્દીઓ દાખલ થાય છે. બાળકોમાં ચેપ ફેલાવાને કારણે, 100 થી વધુ શાળાઓ, કિન્ડરગાર્ટન અને બાળ સંભાળ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે.

આમ તો જાપાનમાં ફ્લૂની મોસમ સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ સુધી ચાલે છે. પાછલી સીઝન નવેમ્બરની શરૂઆતમાં શરૂ થઈ હતી અને ડિસેમ્બરના અંતમાં ટોચ પર પહોંચી હતી, ત્યારબાદ એપ્રિલમાં તેને સમાપ્ત થયું હોવાનું માનવામાં આવ્યું હતું. વધતા કેસોને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે સામાન્ય લોકોને સાવચેતી રાખવા અને હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવી સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરી છે. જોકે વાયરસનો પ્રકાર હજુ સુધી જાણીતો નથી, તેણે નાના બાળકો, વૃદ્ધો અને અંતર્ગત આરોગ્ય સમસ્યાઓ ધરાવતા કોઈપણ માટે રસીકરણની ભલામણ કરી છે.

હાલમાં હોક્કાઇડો યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના પ્રોફેસર યોકો સુકામોટોએ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને જણાવ્યું હતું કે, “આ વર્ષે ફ્લૂનો પ્રકોપ ખૂબ વહેલો શરૂ થયો છે, પરંતુ બદલાતા વૈશ્વિક વાતાવરણમાં, આ એક સામાન્ય ઘટના બની શકે છે.” સુકામોટોએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક મુસાફરી અને લોકોની મોટા પાયે અવરજવર વાયરસની નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવાની ક્ષમતામાં વધારો કરી શકે છે.

જ્યારે સુકામોટોએ પોસ્ટને  કહ્યું કે, “જાપાન અને સમગ્ર વિશ્વમાં આપણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોઈ રહ્યા છીએ. ચેપગ્રસ્ત લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે અને વાયરસને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે. નવા વાતાવરણમાં અનુકૂલન સાધવાની તેની ક્ષમતાનું આ બીજું કારણ છે,” તેમણે ઉમેર્યું કે અન્ય દેશો પણ ફ્લૂના પ્રારંભિક પ્રકોપની જાણ કરી રહ્યા છે.

Trending

Exit mobile version