Gujarat

અમદાવાદમાં પ્રદૂષણનો કહેર: શ્વાસની તકલીફના કેસમાં ૧૫%નો ઉછાળો!

Published

on


🚨 અમદાવાદ: મેગાસિટી અમદાવાદમાં હવાનું પ્રદૂષણ (Air Pollution) ભયજનક સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. પ્રદૂષિત હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ (Breathing Issues) ના કેસમાં અચાનક ૧૦ થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

👉તાજેતરના અહેવાલો મુજબ, શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૨૦૦થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે ‘ખરાબ’ કેટેગરીનું પ્રદૂષણ સૂચવે છે. (સાઇન્સ સિટીમાં ૧૯૫, પીરાણામાં ૧૮૦ અને નારોલમાં ૧૭૦-૧૭૫ની આસપાસ)

🏥 સોલા સિવિલમાં વિક્રમી OPD

આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે, સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)ની સ્થિતિ ગંભીર બની છે.

  • માત્ર એક જ સપ્તાહમાં હોસ્પિટલમાં ૧૪,૦૩૩ દર્દીઓની OPD નોંધાઈ હતી.
  • જેમાંથી ૧,૦૭૪ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી.
  • શ્વાસની તકલીફની સાથે સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.

⚠️ તબીબોની ખાસ અપીલ

તબીબોએ ખાસ કરીને બાળકો અને વડીલોને આ સ્થિતિમાં વિશેષ તકેદારી રાખવા અપીલ કરી છે. ડોક્ટરોએ લોકોને ચેતવણી આપી છે કે:

  • જો શરદી કે ખાંસી હોય, તો અન્યને ચેપ ન લાગે તે માટે માસ્ક પહેરવો અનિવાર્ય છે.
  • બહારની પ્રદૂષિત હવાથી બચવા માટે પણ માસ્ક પહેરવાની અને બિનજરૂરી બહાર ફરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

👉અમદાવાદમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે અને મોટાભાગના વિસ્તારોમાં AQI ‘ખરાબ’ (Poor) થી ‘બિનઆરોગ્યપ્રદ’ (Unhealthy) કેટેગરીમાં નોંધાઈ રહ્યો છે.

તાજેતરના આંકડા મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં AQI ૨૦૦ની સપાટી વટાવી ગયો છે:👇

*રાયખડ નોંધાયેલ AQI ૩૦૮ અત્યંત નબળી (Very Poor)
* સોલા નોંધાયેલ AQI ૨૦૩ - ૨૧૫ બિનઆરોગ્યપ્રદ (Unhealthy)
*થલતેજ નોંધાયેલ AQI ૨૧૭ બિનઆરોગ્યપ્રદ (Unhealthy)
*બોડકદેવ નોંધાયેલ AQI ૧૯૧ - ૨૧૦ નબળી/બિનઆરોગ્યપ્રદ
*ગ્યાસપુર નોંધાયેલ AQI ૧૯૧ - ૨૦૩ નબળી/બિનઆરોગ્યપ્રદ
*સાયન્સ સિટી નોંધાયેલ AQI૧૮૪ - ૧૯૫ નબળી (poor)

👉સામાન્ય રીતે AQI માર્ગદર્શિકા: જ્યારે AQI ૧૫૦થી ઉપર જાય છે, ત્યારે હવા શ્વાસમાં લેવા માટે ‘જોખમી’ (ઘાતક) ગણાય છે.

📝ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસના રોગો ધરાવતા લોકોએ AQI ૨૦૦થી વધુ હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ,બહાર જવાનું થાય તો માસ્ક (N95 કે N99) અવશ્ય પહેરવો,અસ્થમાના દર્દીઓએ પોતાના પમ્પ અને દવાઓ હંમેશા સાથે રાખવી.

Trending

Exit mobile version