Gujarat

ગુજરાત :પોલીસે વકીલને માર મારતા મામલો બગડ્યો, જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશને સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

Published

on

આ ઘટના બાદ જિલ્લા કોર્ટ પરિસરમાં બાર એસોસિએસન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તમામ વકીલો કામકાજથી અળગા રહીને વિરોધ કર્યો હતો

  • પોલીસ અને વકીલ વચ્ચે રકઝક થઈ,પોલીસે વકીલને માર મારતાં મામલો બીચક્યો.
  • જિલ્લા કોર્ટ પરિસર ખાતે આજે વકીલોએ એકત્ર થઈને ભારે સુત્રોચ્ચાર સાથે પોલીસને વિરોધ કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગઈકાલે એક વકીલ ફરિયાદીને લઈને પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યાં પોલીસ અને વકીલ વચ્ચે રકઝક થઈ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હતો.

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં પોલીસે વકીલને માર મારતાં મામલો બીચક્યો હતો. જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએસને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટ પરિસરમાં પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આજે તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતાં. પોલીસના મારથી ઈજાગ્રસ્ત થયેલા વકીલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોડાસામાં ગઈકાલે એક વકીલ ફરિયાદીને લઈને પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યાં પોલીસ અને વકીલ વચ્ચે રકઝક થઈ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હતો. પોલીસના મારથી ઈજાગ્રસ્ત થયેલા વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના વકીલોમાં રોષ ફેલાયો હતો. જિલ્લા કોર્ટ પરિસર ખાતે આજે વકીલોએ એકત્ર થઈને ભારે સુત્રોચ્ચાર સાથે પોલીસને વિરોધ કર્યો હતો. પોલીસ કર્મીઓને કોર્ટ પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતાં.

જ્યારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વકીલ ગોપાલ ભરવાડ આરોપીને લઈને ગયા હતાં. જ્યાં પોલીસ સાથે વાતચીત દરમિયાન ઉગ્ર વિવાદ થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ વકીલ ગોપાલ ભરવાડને માર માર્યો હતો. આ ઘટના બાદ જિલ્લા કોર્ટ પરિસરમાં બાર એસોસિએસન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તમામ વકીલો કામકાજથી અળગા રહીને વિરોધ કર્યો હતો

Trending

Exit mobile version