સંતરામપુરના કાદરી મસ્જિદ વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતાં મામલા એ ગંભીર રૂપ લીધું.
- આ ઘટનામાં કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- બંને જૂથના લોકો સામસામે આવી જઈને પથ્થરમારો શરૂ કરી દીધો
- પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા.
રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં (બુધવારે) મોડી સાંજે બે કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર અથડામણ થઈ હતી. જેમાં મુલતાની સમાજ અને ઘાંચી સમાજના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળ્યા મુજબ, સંતરામપુરના કાદરી મસ્જિદ વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને જૂથના લોકો સામસામે આવી જઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
જ્યારે પોલીસે સમગ્ર ઘટનામાં સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને વિસ્તારમાં શાંતિ સ્થાપી હતી. પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.