વડોદરા શહેરની પાયાની સુવિધાઓ અને નાગરિકોની સમસ્યાઓને લઈને પાલિકા તંત્ર એક્શન મોડમાં છે. વર્ષ 2025ના વાર્ષિક આંકડાઓ સામે આવ્યા છે, જેમાં વડોદરાવાસીઓએ સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ મામલે કરી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના માર્ગદર્શન હેઠળ કેવી રીતે થઈ રહ્યો છે ફરિયાદોનો નિકાલ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ વિવિધ માધ્યમોથી ફરિયાદો સ્વીકારવામાં આવે છે. ગત વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન પાલિકાને કુલ 1.39 લાખ ફરિયાદો મળી હતી.
✍️ ફરિયાદના મુખ્ય આંકડા અને વિશ્લેષણ:
સૌથી વધુ ફરિયાદો ધરાવતો ઝોન: પશ્ચિમ ઝોન
સૌથી ઓછી ફરિયાદો ધરાવતો ઝોન: દક્ષિણ ઝોન
ટોચની સમસ્યા: ડ્રેનેજ અને વરસાદી ગટર (સ્ટોમ ડ્રેઈન)
સૌથી વધુ સક્રિય વોર્ડ: વોર્ડ નંબર-5 (સૌથી વધુ ફરિયાદો)
સૌથી આદર્શ વોર્ડ: વોર્ડ નંબર-2 (સૌથી ઓછી ફરિયાદો)
શહેરીજનો પોતાની સમસ્યાઓ માટે નીચેના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે:
ટોલ ફ્રી નંબર: 1800 233 0265
વોટ્સઅપ નંબર: 9913166666
વેબસાઇટ: vmc.gov.in
👉મહાવીરસિંહ રાજપુરોહિત (સ્થાનિક કોર્પોરેટર)
“વોર્ડ નંબર 2 માં સૌથી ઓછી ફરિયાદ આવવાનું મુખ્ય કારણ ચારેય કોર્પોરેટરોનું સંકલન અને જનતા સાથેનો સીધો સંપર્ક છે. અમે અધિકારીઓ સાથે મળીને પ્રશ્નો ઉભા થાય તે પહેલા જ તેના નિકાલનો પ્રયાસ કરીએ છીએ.”
પાલિકા માત્ર ફરિયાદો લેતી જ નથી, પરંતુ કમિશનર દ્વારા દર અઠવાડીયે તેની સમીક્ષા પણ કરવામાં આવે છે. હવે તેમાં રખડતાં ઢોર, શ્વાનનો ત્રાસ, વેરાની સમસ્યાઓ અને ઇ-વેસ્ટ જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાતાની સાથે જ નાગરિકને SMS દ્વારા ફરિયાદ નંબર આપીને પારદર્શિતા જાળવવામાં આવે છે.
🫵વડોદરા પાલિકાની આ સક્રિયતા શહેરને સ્માર્ટ અને સમસ્યા મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થઈ રહી છે.