Vadodara

વડોદરા: ખોડિયારનગરમાં ગાયનો આતંક,ગાયે બે રાહદારીને અડફેટે લીધા

Published

on

વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રખડતા ઢોરનો કહેર યથાવત છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આજે રખડતી ગાયે રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. એક તરફ જનતા ટેક્સ ભરે છે અને બીજી તરફ જીવના જોખમે રસ્તા પર ચાલે છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભ્રષ્ટ તંત્ર ક્યારે જાગશે?

⚠️ખોડિયારનગરમાં રસ્તા પર ગાયની ‘દોડાદોડી
વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આજે ભયના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તાની વચ્ચે એક ગાયે બે લોકોને અડફેટે લીધા હતા. એટલું જ નહીં, ગાયે એક યુવકનો પીછો કરી તેને શીંગડે ભરાવી પછાડ્યો હતો. ચાલુ ટ્રાફિક વચ્ચે ગાયની આ દોડાદોડીને કારણે વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી છે, પરંતુ લોકોમાં ફાળ પડી ગઈ છે.

➡️ ટેક્સ ઉઘરાવતું VMC શું કરે છે?

શહેરની જનતામાં પાલિકા (VMC) પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે:

  • ભ્રષ્ટ વહીવટ: લોકોના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારમાં હોમાઈ રહ્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધા કે સુરક્ષા મળતી નથી.
  • ઢોર પાર્ટીની નિષ્ફળતા: પૈસા ખાઇ લેવાના.એમના આવતા પહલા ઢોરના રક્ષકો પહોંચી જાય.
  • રસ્તાની હાલત: રસ્તાઓ પહેલેથી જ બિસ્માર છે, એમાં દરેક રોડ પર  ખોદકામ તેના પર રખડતા ઢોરનો ત્રાસ સોનામાં સુગંધ ભેળવે છે

🫵 જનતાનો સવાલ: રોડ વાહનો માટે છે કે ઢોર માટે?
સ્થાનિકોનો રોષે ભરાઈને પૂછી રહ્યા છે કે, દિવસ-રાત ધમધમતા ટ્રાફિક વાળા રોડ પર જો ઢોર આ રીતે આતંક મચાવશે, તો સામાન્ય નાગરિકે ક્યાં જવું? રસ્તા પર ચાલતી વખતે વાહનોથી બચવું કે રખડતા ઢોરથી? ભ્રષ્ટ તંત્રના કારણે હજુ કેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે?

તંત્રની રહેમનજર હેઠળ ચાલતો આ ઢોરનો ત્રાસ હવે વડોદરાવાસીઓ માટે જીવલેણ બની રહ્યો છે. જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં જનતા આંદોલન છેડે તો નવાઈ નહીં.

Trending

Exit mobile version